News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય પ્રધાન(Central minister) નારાયણ રાણે(narayan rane) અને ભાજપના(BJP) નેતા મોહિત કંબોજ(Mohit kamboj) બાદ હવે સાંસદ નવનીત રાણા(Navneet rana) તરફ મુંબઈ મહાનગરપાલિકા(BMC) એ પોતાની નજર કરી છે.
જામીન પર ગયા અઠવાડિયે જેલની બહાર આવેલા અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને(Ravi rana) બહુ જલદી મુંબઈ મહાનગરપાલિકા નોટિસ ફટકારે એવી શક્યતા છે.
સોમવારે પાલિકાની ટીમે તેમના ઘરમાં ઈન્સ્પેક્શન(Inspection) કર્યું હતું. પશ્ર્ચિમ ઉપનગરના ખાર (પશ્ર્ચિમ)માં ૧૪માં રોડ પર આવેલી ‘લાવી’ બિલ્ડિંગના આઠમા માળા પર રાણા દંપતીનું ઘર આવેલું છે. આ ઘરમાં બાંધકામના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું પાલિકાની ટીમને તેમની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. તેથી બહુ જલદી તેમને પાલિકા નોટિસ મોકલે એવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : રાણા દંપતીની મુશ્કેલીઓ ફરી વધી, મુંબઈ સેશન્સ કોર્ટે ફટકારી કારણ જણાવો નોટિસ, જામીનને લઈને પૂછ્યો આ સવાલ; જાણો વિગતે
પાલિકાની ‘એચ-વેસ્ટ’ની ટીમે ગયા અઠવાડિયામાં બે વખત નવનીત રાણાના ઘરે ઈન્સ્પેકશન કરવા ગઈ હતી, પરંતુ તેઓ જેલમાં હોવાથી તેમનું ઘર બંધ હોવાથી ઈન્સ્પેકશન થઈ શક્યું નહોતું.
સોમવાર નવનીત રાણા પતિ સાથે દિલ્હીની મુલાકાતે ગયા હતા. ત્યારે તેમનો પ્રતિનિધિ ઘરમાં હાજર હતો, એ દરમિયાન પાલિકાની ટીમે ઘરમાં ઈન્સ્પેક્શન કર્યું હતું. પાલિકાની ટીમે ઈન્સ્પેક્શન દરમિયાન મેઝરમેન્ટ લીધા હતા તથા ફોટોગ્રાફ પણ લીધા હતા.
પાલિકાના ‘એચ-વેસ્ટ’ના અધિકારીના કહેવા મુજબ ઈન્સ્પેક્શન દરમિયાન ઘરના બાંધકામમાં નિયમોનો ભંગ થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. તેથી રાણા દંપતીને મુંબઈ મહાનગરપાલિકા ઍક્ટ, ૧૮૮૮ હેઠળ સેકશન ૩૫૧ હેઠળ નોટિસ મોકલવામાં આવશે.
