Site icon

 કાંદિવલી ના રહેવાસીઓ બહુ જ બેદરકાર. માસ્ક ન પહેરવાં આ મામલે ઉત્તર મુંબઈમાં સૌથી અવ્વલ. 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

19 ફેબ્રુઆરી 2021

મુંબઈ મહાનગરપાલિકાએ માસ્ક ન પહેરીને સાર્વજનિક જગ્યા પર નીકળી પડતા લોકો ને દંડિત કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ ડેટા પણ સાર્વજનિક કર્યો છે. પાલિકા પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આખા ઉત્તર મુંબઈમાં કાંદીવલી વિસ્તારમાં માસ્ક ન પહેરવા બદલ સૌથી વધુ લોકો દંડાયા છે. કાંદિવલીમાં કુલ 75,500 લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ પેટે આ લોકો પાસેથી 1 કરોડ 44 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. ત્યારબાદ બોરીવલીના લોકો બેદરકાર છે અહીં 70 હજાર લોકો પાસેથી 1 કરોડ 40 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે કે દહીસર અને ગોરેગામ વિસ્તારમાં થી પ્રત્યેક વોર્ડમાં થી લગભગ 64 હજાર લોકો પાસેથી  લગભગ એક કરોડ 31 લાખ રૂપિયા વસુલવામાં આવ્યા છે. આ મામલે મલાડ પણ કાંઈ પાછળ રહ્યું નથી અહીં 63 હજાર લોકો પાસેથી એક કરોડ 27 લાખ રૂપિયા દંડ લેવામાં આવ્યો છે.

આમ ઉત્તર મુંબઈમાં માસ્ક ન પહેરીને બહાર નીકળી પડતા લોકો એ દંડ પેટે લગભગ સાત કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા છે. 

આ આંકડા એપ્રિલ મહિનાથી શરૂ કરીને આજ દિવસ સુધી ના છે.

Mumbai Crime Branch Unit 3 Raid: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: સાયબર ફ્રોડના કરોડો રૂપિયા ફેરવવા બનાવી ૯ બોગસ કંપનીઓ; મસ્જિદ બંદરમાંથી બે સૂત્રધારો ઝડપાયા.
Instagram Shopping Fraud Mumbai: ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ શોપિંગ કરવી પડી ભારે: મુંબઈની યુવતીએ લખનવી સૂટ મંગાવવામાં ₹૩૬,૫૦૦ ગુમાવ્યા; ઠગોએ નકલી બિલ મોકલી આચરી છેતરપિંડી.
Mumbai’s Charity Scam Busted:મુંબઈમાં ‘દાનવીર’ બનીને સોનાની ચેન સેરવતો રીઢો ઠગ ઝડપાયો: અંધેરી પોલીસે કલ્યાણથી દબોચ્યો; ગુજરાત અને તેલંગણા સુધી ફેલાયેલું હતું છેતરપિંડીનું નેટવર્ક.
Mumbai Police Recruitment Scam: મુંબઈ પોલીસ ભરતીમાં હાઈટેક ચોરી: દોડની કસોટીમાં ઈલેક્ટ્રોનિક ચિપ સાથે ચેડાં કરનારા ૪ ઉમેદવારો વિરુદ્ધ FIR.
Exit mobile version