Site icon

મુંબઈની શોભા બગડશે? આવક ઊભી કરવા પાલિકા ઠેર ઠેર ઊભા કરશે ડિજિટલ બોર્ડ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Community

 શુક્રવાર.

મુંબઈ જયાં નજર કરો ત્યાં હાઈરાઈઝ ઈમારતો જ જોવા મળે છે. હવે મુંબઈગરા જયાં નજર નાખશે ત્યાં તેમને જાહેરાત જ જોવા મળવાની છે. પાલિકાએ ડિજિટલ જાહેરાતો દ્વારા આવકમાં વધારો કરવાનો છે.

કોરોના દરમિયાન છેલ્લા બે વર્ષમાં મુંબઈ મહાનગરપાલિકાની તિજોરીને મોટો ફટકો પડયો છે. પોતાની મૂડી તેણે 
કોરોનાને નિયંત્રણમાં લાવવા પાછળ ખર્ચી દીધી છે. તેની સામે લોકડાઉન અને કોરોના પ્રતિબંધક નિયમોને કારણે આવકને પણ   મોટો ફટકો પડયો હતો. 

આવક ઉભી કરવા મુંબઈના જકાત નાકાને લઈને BMCએ લીધો આ નિર્ણય, જાણો વિગત

તેથી પાલિકાએ અલગ અલગ સ્તરેથી નાણા ઊભા કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ 2022-23ના બજેટમાં મ્યુનિસિપલ કમિશનર ઈકબાલસિંહ ચહલે  કહ્યું હતું કે  ડિજિટલ એડવર્ટાઈઝિંગ મીડિયાને મંજૂરી આપીને કોર્પોરેશનની આવકમાં વધારાના સ્ત્રોતો શોધવામાં આવશે. તેથી હવે મુંબઈમાં ઠેર ઠેર ડિજિટ જાહેરખબરો જોવા મળવાની છે.

Mankoli Bridge Stunts:માનકોલી બ્રિજ પર સ્ટન્ટબાજી અને રીલ્સ બનાવવી ભારે પડી: ત્રણ યુવાનો વિરુદ્ધ પોલીસની લાલ આંખ
Mumbai Gas Cylinder Theft:મુંબઈમાં ગેસ સિલિન્ડર ચોરતી ગેંગનો પર્દાફાશ: કાંદિવલી અને પવઈમાં તવાઈ, કુલ 72 સિલિન્ડર જપ્ત
Borivali Investment Scam: ₹6.71 કરોડની ઠગાઈમાં દંપતીની ધરપકડ, રોકાણની રકમ ડ્રગ્સમાં વાપરી હોવાનો દાવો
Crocodile Rescued in Mulund:મુલુંડમાં ગટરના નાળામાં મગર દેખાતા ફફડાટ: વન વિભાગે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો
Exit mobile version