ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરવાર
મુંબઈમાં રખડતા શ્વાનની સંખ્યા વધી ગઈ છે. એની સામે રસ્તે ચાલનારા રાહદારીઓને બચકાં ભરવાના બનાવ પણ મુંબઈમાં વધી ગયા હોવાની સતત ફરિયાદો આવતી રહે છે, ત્યારે 28 સપ્ટેમ્બરના દુનિયાભરમાં ઊજવવામાં આવતા ‘રેબીઝ ડે’ નિમિત્તે પાલિકાએ એક પખવાડિયા માટે મુંબઈના રસ્તા પર રખડતા શ્વાન માટે રેબીઝ પ્રતિબંધાત્મક વેક્સિનેશન ઝુંબેશ ચલાવી હતી. 28 સપ્ટેમ્બરથી 13 ઑક્ટોબર 2021 સુધીના સમયગાળા દરમિયાન સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધીમાં 3,493 રખડતા શ્વાનોને રેબીઝની વેક્સિન આપવામાં આવી હતી. એ માટે પાલિકાની બે ટીમ સતત કામ કરી રહી હતી. આ ઝુંબેશમાં અનેક NGOની પણ મદદ લેવામાં આવી હતી.
શાબ્બાશ! પખવાડિયામાં જ મુંબઈ મનપાએ આટલા ભટકતા શ્વાનોને આપી હડકવાની રસી; જાણો વિગત
