Site icon

અરે વાહ!! મુંબઈની આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને પણ મળશે વૈશ્વિક સ્તરનું શિક્ષણ, મુંબઈ મનપા ચાલુ કરશે આંતરરાષ્ટ્રીય બોર્ડની સ્કૂલ. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, 

મુંબઈ, 04 માર્ચ, 2022,  

Join Our WhatsApp Community

શુક્રવાર, 

આંતરરાષ્ટ્રીય બોર્ડની સ્કૂલમાં બાળકોને ભણવું આર્થિક રીતે નબળા વર્ગના લોકોના ગજાની બહાર છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ આ વર્ગના બાળકોને આંતરરાષ્ટ્રીય સ્તર નું શિક્ષણ આપવાનો નિર્ણય લીધો છે. તે માટે  વિલે પાર્લેમાં આંતરરાષ્ટ્રીય બોર્ડની સ્કૂલ ચાલુ કરવાની છે. 
મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેની સંકલ્પના હેઠળ આ પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો છે, જેમાં વિલે પાર્લે (ઈસ્ટ)માં મુંબઈ પબ્લિક સ્કૂલમાં પહેલી ઈન્ટરનેશનલ બોર્ડની સ્કૂલ ચાલુ કરવામાં આવશે. 

હા પાલિકાએ 1214 ડિજિટલ ક્લાસ ચાલુ કર્યા છે. જેમાં ઈગ્લિંશ મિડીયમ સ્કૂલની સાથે જ સીબીએસઈ, આઈસીએસઈ બોર્ડની સ્કૂલો ચાલુ કરવામાં આવી છે. આ સ્કૂલમાં એડમિશન માટે 4,000 સીટ માટે લગભગ 10,000 અરજી આવી છે. હવે પાલિકા ઈન્ટરનેશનલ બોર્ડની સ્કૂલ ચાલુ કરશે, તેથી પાલિકાની સ્કૂલમાં ભણતા બાળકોનું શિક્ષણનું સ્તર પણ સુધરશે એવો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે. 

મુંબઈમાં ટ્રાફિક પોલીસનો અજબ કારભાર, હેલ્મેટ ના પહેરવા બદલ ઓટો ડ્રાઈવરને લાગ્યો 500 રૂપિયાનો દંડ; જાણો શું છે સમગ્ર મામલો 

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાનું શિક્ષણ વિભાગ પહેલાથી દસમા ધોરણ સુધી મફતમાં શિક્ષણ આપે છે. મનપા સંચાલિત સ્કૂલમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, કુસ્તી, બોક્સિંગ, બેટ લિફ્ટિંગ પ્રતિયોગિતાનું આયોજન પણ કરે છે. એ સાથે જ 25 માધ્યમિક સ્કૂલમાં ઈ-લાઈબ્રેરી, કરિયર ગાઈડન્સ કેમ્પ, નુક્કડ નાટક, જેવા અનેક ઉપક્રમ પણ ચલાવે છે.

પાલિકાની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, પુસ્તકો, બૂટ વગેરેથી લઈને 27 વસ્તુઓ મફતમાં આપવામાં આવે છે .

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version