Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ પાલિકા વર્ષ 1990થી ઉભા થયેલા ગેરકાયદે બાંધકામની શોધ માટે આટલા કરોડ ખર્ચશે; આ શોધ પાછળ પાલિકાનો ઈરાદો શું હોઈ શકે? જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 16 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈ મહાનગર પાલિકા હવે શહેરમાં ગેરકાયદે બાંધકામની શોધ કરશે. મુંબઈમાં વર્ષ 1990થી ઉભા થયેલા અને નવા ઉભા કરાયેલા ગેરકાયદે બાંધકામોની તપાસ સેટેલાઇટ અને સ્પેશિયલ સોફ્ટવેર, GSS જેવી અદ્યતન સિસ્ટમ દ્વારા કરશે. આ માટે કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવામાં આવશે અને તેને રૂ.11.20 કરોડ ચૂકવવામાં આવશે. તેવી માહિતી મળી છે.

 

આટલા વર્ષો પછી પાલિકા દ્વારા ગેરકાયદે બાંધકામો શોધવા પાછળ કોઈ નક્કર હેતુ હોવો જોઈએ. એવી શંકા છે કે નગરપાલિકા આવા અનધિકૃત બાંધકામોને શોધીને તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવા, શક્ય હોય તો તેને નિયમિત કરવા અથવા વિકાસમાં અવરોધ ઊભો કરે તો તેને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. તે ઉપરાંત વર્ષ 2022થી પાલિકાને GST દ્વારા મળનારી આવક બંધ થવાની સંભાવના છે. જે પાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી એ પાલિકાનો વૈકલ્પિક આવકનો સ્ત્રોત હોઈ શકે છે. આ શિક્ષાત્મક કાર્યવાહીના કારણે પાલિકાનો કાયદાના ચોકઠાનો ઉપયોગ કરીને પોતાની તિજોરીમાં કરોડો રૂપિયા એકઠા કરવાનો ઈરાદો હોવો જોઈએ.

મને મૃત્યુ બાદ દફન નહિ કરતા, હિંદુ ધર્મ પ્રમાણે અંતિમ સંસ્કાર કરજો:- જાણો વસીમ રિઝવીને કેમ આવું કહેવું પડ્યું

આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિની આગામી બેઠકમાં મંજૂરી માટે આવશે. જો આમાં કોઈ સત્યતા જોવા મળે તો ભાજપ અને વિપક્ષ દ્વારા સત્તાધારી શિવસેના પર દબાણ લાવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

વાસ્તવમાં, પાલિકાએ ગેરકાયદે બાંધકામો શોધવા માટે એક અરજી અને હાઇકોર્ટની એક અરજી અને તેના આદેશનો આધાર લીધો છે.

પાલિકા વહીવટીતંત્ર વર્ષ 1990થી મુંબઈમાં શહેર અને ઉપનગરોમાં વિવિધ ફેરફારોની તપાસ કરશે. જ્યાં અનધિકૃત અને ગેરકાયદેસર બાંધકામો થયા છે. ત્યાં સોફ્ટવેર, GSS સિસ્ટમનો ઉપયોગ કરીને સેટેલાઇટ ફોટાઓ એકત્રિત કરશે.

આ વિશિષ્ટ પદ્ધતિ થોડા વર્ષો પહેલા ગેરકાયદે બાંધકામની સ્થિતિ શું હતી અને આજે તે શું છે? તેનો અભ્યાસ કરવામાં આવશે. આગામી 4 વર્ષ અને 2 મહિના માટે તેનો કોન્ટ્રાક્ટ અપાયો છે. પાલિકા કોન્ટ્રાક્ટરને રૂ.11 કરોડ 20 લાખ ચૂકવશે.

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version