Site icon

મુંબઈ મહાનગરપાલિકાનો ગજબ કારભાર : ખર્ચ પાંચ વર્ષ પહેલાં કર્યો અને પ્રસ્તાવ છેક હવે!

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 1 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈ મહાનગરપાલિકાના ગજબ કારભારના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આ વખતે એક નવો કિસ્સો સામે આવ્યો છે. પાંચ વર્ષ પહેલાં પાલિકાની ચૂંટણીનાં કામો માટે કરેલા બે કરોડથી વધારે ખર્ચની માહિતી છેક હવે સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવી છે અને વિલંબ થવાનું કારણ પણ આપ્યું નથી.

ફેબ્રઆરી 2017માં થયેલી પાલિકાની ચૂંટણીમાં કરનિર્ધારણ અને સંકલન ખાતાએ વિવિધ કામો માટે 2.16 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ ખર્ચની માહિતી 17મી સપ્ટેમ્બર, 2021ના રોજ સ્થાયી સમિતિને આપી અને એનું સ્પષ્ટીકરણ આપ્યું નથી. એથી શિવસેના, ભાજપ કૉન્ગ્રેસ, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ આ બધા જ પક્ષના નગરસેવકોએ નારાજગી વ્યક્ત કરી છે.

દિલ્હી શેનું વારંવાર જામ કરો છો? હાંકી કાઢો આ બધાં ને. આવી ગયો આદેશ. જાણો વિગત.

પાલિકાએ વિકાસ કાર્યોના પ્રસ્તાવની મંજૂરી સ્થાયી સમિતિ પાસેથી લેવાની હોય છે. ઘણી વાર સ્થાયી સમિતિના અધિકાર પર પાલિકા અતિક્રમણ કરે છે. પહેલાં ખર્ચ કરીને પછી પાંચ વર્ષ બાદ પ્રસ્તાવ રજૂ કરવો ગજબ કહેવાય એવું વિપક્ષના નેતાઓનું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે પાલિકા અધિનિયમ 1888ની કલમ 69 અને કલમ 72 હેઠળ પાલિકા સ્થાયી સમિતિની પરવાનગી સિવાય વિકાસ કામો માટે માત્ર 5 લાખથી ૭૫ લાખ રૂપિયા જ ખર્ચી શકે છે. એનાથી વધુ ખર્ચ કરવાનો હોય તો એની માહિતી 15 દિવસ અંદર સ્થાયી સમિતિને આપવી ફરજિયાત છે. આ નિયમનું પાલન પાલિકા કરતી નથી.

Maharashtra Skill Department:કૌશલ્ય વિભાગમાં સ્વદેશી કન્સલ્ટન્સી કંપનીઓને જ પ્રાધાન્ય મળશે: મંત્રી લોઢા
Mumbai GRP: મુંબઈમાં જીઆરપીના 13 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, મુસાફરો પાસેથી ખંડણી વસૂલવાનો આરોપ
Worli Sea Link Accident: Coastal Road–BKC Connector પર કારની ટક્કરે બે પોલીસકર્મીઓને ભોગ બનવા પડ્યા
Kandivali Murder: પોલીસની હાજરીમાં થયેલી હત્યાથી લોકોમાં ઉગ્ર રોષ
Exit mobile version