Site icon

ઓહોહો!! મુંબઈ મહાનગરપાલિકા પાસે છે અધધધ કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Community

સોમવાર,

દેશની કોઈ નાના રાજ્યના બજેટ કરતા પણ મોટું બજેટ ધરાવતી મુંબઈ મહાનગરપાલિકા પાસે અધધધ કહેવાય એટલી ફિક્સ ડિપોઝિટ છે. ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજને કારણે જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં ફિક્સ ડિપોઝિટની રકમ ૯૨,૬૩૬ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. 

આર્થિક વર્ષ ૨૦૨૨-૨૩ માટેનું ૪૫,૯૪૧ કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી મુંબઈ મનપાની પાસે હાલ જુદી જુદી બેંકમાં કરોડો રૂપિયાની ફિક્સ ડિપોઝિટ છે. પાલિકા પાસે જાન્યુઆરીમાં ૮૭,૧૩૧ કરોડ રૂપિયાની એફડી હતી. તેમાં જાન્યુઆરી 2022માં ૫૫૦૪.૬૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. તેથી ૩૧ જાન્યુઆરી ૨૦૨૨માં એફડીની રકમ ૯૨,૬૩૬ કરોડ રૂપિયા પર પહોંચી  ગઈ હતી. 

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધની આડઅસરઃ વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી આટલા હજાર કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા… જાણો વિગત

મુંબઈ મનપાની જુદી જુદી બેંકમાં હાલ ૪૪૩ એફડી છે, જે ૭૩૦ દિવસથી ૩૬૫ દિવસ માટે બેંકમાં મૂકવામાં આવી છે.
હાલ મુંબઈ મનપા પાસે ૯૨,૬૩૬ કરોડ  રૂપિયાની થાપણ છે. જોકે આગામી દિવસમાં તે ઘટી જશે. મુંબઈમાં હાલ જુદા જુદા ૩૧ પ્રોજેક્ટના કામ માટે ૯૦,૩૦૯.૬૭ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. તે માટે ૧૭,૯૪૨.૯૬ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો રિર્ઝવ  ફંડમાં ૫૫,૮૦૭ કરોડ રૂપિયા છે. આ ભંડોળ પ્રોજેક્ટ માટે વાપરવામાં આવવાનું છે.  
ફિક્સ ડિપોઝિટની રકમ એ કોન્ટ્રાક્ટર પાસેથી લેવામાં આવતી ડિપોઝિટ રકમની હોય છે. કૉન્ટ્રેક્ટરને કામ અને તેની લાયબિલિટી પૂરી થયા બાદ તેમની પાસેથી લેવામાં આવેલી ડિપોઝિટ રકમ પાછી કરવાની હોય છે. તેથી એફડીની રકમ હાલ  વધુ દેખાતી હોવા છતાં વિકાસ કામ પૂરા થવાની સાથે જ ફિક્સ ડિપોઝિટની રકમ પણ ઘટતી જશે.

Online game: ગેમિંગની લતનો કરૂણ અંજામ,પુત્રે વડીલોના પૈસા ગેમમાં ગુમાવ્યા બાદ લીધો આવો ગંભીર નિર્ણય.
Mumbai Diwali cleanliness drive: દિવાળી પહેલાં મુંબઈ ઝળહળશે! BMCનું 15 થી 19 ઓક્ટોબર દરમિયાન વિશેષ સફાઈ અભિયાન
ATM fraud: ATM કાર્ડની ચોરી-છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ: મુંબઈમાંથી 3 આરોપીઓની ધરપકડ
Enemy Property: શું તમે ખરીદશો ‘શત્રુ સંપત્તિ’? મુંબઈમાં વેચાણ શરૂ, જાણો કાયદો અને ખરીદીના નિયમો.
Exit mobile version