Site icon

BMC Hawkers Action : મુંબઈ મહાપાલિકા દ્વારા અનધિકૃત ફેરિયાઓ પર કાર્યવાહી, હાથ ગાડી, સિલિન્ડર સહિત 5435 જેટલી સામ્રગી જપ્ત કરાઈ..

BMC Hawkers Action : મુંબઈના નાગરિકોને ફૂટપાથ અને રસ્તાનો ઉપયોગ કરવામાં અડચણ ઉભી કરનારા અને આરોગ્ય માટે હાનિકારક રીતે ખુલ્લામાં ખાદ્યપદાર્થો વેચનારા ફેરિયાઓ સામે હવે મહાનગરપાલિકા સતત કાર્યવાહી કરી રહી છે. મહાનગપાલિકાના કમિશનરે આ અંગે આદેશ આપ્યો છે કે, હાઈકોર્ટની સૂચના મુજબ અનધિકૃત ફેરિયાઓ, ત્યજી દેવાયેલા વાહનો અને ફૂટપાથ પર અતિક્રમણ કરનારાઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવે.

BMC Hawkers Action Action taken by Mumbai Municipal Corporation on unauthorized fairs, 5,435 items including handcarts, cylinders seized.

BMC Hawkers Action Action taken by Mumbai Municipal Corporation on unauthorized fairs, 5,435 items including handcarts, cylinders seized.

News Continuous Bureau | Mumbai

BMC Hawkers Action : મુંબઈ મહાનગરપાલિકા અનધિકૃત ફેરિયાઓ ( Illegal Hawkers  ) પર તેની કાર્યવાહી હજુ પણ ચાલુ રાખી છે અને ફેરિયા મુક્ત ઝોન ઝુંબેશ હેઠળ, 18 જૂનથી 4 જુલાઈ, 2024 સુધી વિવિધ વિભાગોમાં અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ફેરિયાઓ પાસેથી 5 હજાર 435 જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં 1 હજાર 186 હાથગાડીઓ, 1 હજાર 839 ઘરેલું ગેસ સિલિન્ડર અને 2 હજાર 410 અન્ય પ્રકારની સામગ્રીનો સમાવેશ થાય છે.

Join Our WhatsApp Community

મુંબઈના નાગરિકોને ફૂટપાથ અને રસ્તાનો ઉપયોગ કરવામાં અડચણ ઉભી કરનારા અને આરોગ્ય માટે હાનિકારક રીતે ખુલ્લામાં ખાદ્યપદાર્થો વેચનારા ફેરિયાઓ ( food hawkers ) સામે હવે મહાનગરપાલિકા સતત કાર્યવાહી કરી રહી છે. મહાનગપાલિકાના કમિશનરે આ અંગે આદેશ આપ્યો છે કે, હાઈકોર્ટની ( Bombay High Court ) સૂચના મુજબ અનધિકૃત ફેરિયાઓ, ત્યજી દેવાયેલા વાહનો અને ફૂટપાથ પર અતિક્રમણ કરનારાઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવે. મહાપાલિકાના એડમિનિસ્ટ્રેશન અને મુંબઈ પોલીસ ( Mumbai Police ) મુંબઈમાં અનધિકૃત ફેરિયાઓ સામે પગલાં લેવા માટે સંયુક્ત પગલાં લઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: BMC: મુંબઈમાં હવે ત્યજી દેવાયેલા વાહનોની થશે ઓન ધ સ્પોટ હરાજી, પાલિકા લેશે આ કડક પગલા..જાણો વિગતે..

 BMC Hawkers Action : 18 જૂન, 2024 થી 4 જુલાઈ, 2024 સુધીના સત્તર દિવસમાં કરી કાર્યવાહી..

18 જૂન, 2024 થી 4 જુલાઈ, 2024 સુધીના સત્તર દિવસમાં મુંબઈના વિવિધ વિભાગોમાં હાથગાડીઓ, સિલિન્ડરો અને સ્ટોવ, બાકડા, શોર્મા મશીનો વગેરે જપ્ત કરવામાં આવ્યા છે.

જપ્ત કરાયેલા સાધનોની કુલ સંખ્યા – 5,435

ચારચકી હાથગાડીઓ– 1,186

સિલિન્ડર – 1,839

વિવિધ પ્રકારના સાહિત્ય જેમ કે ચૂલો, શેગડી, તવા, કઢાઈ, વાસણો, લોખંડના બાંકડાઓ વગેરે – 2,410

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version