ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
મુંબઈ મહાનગરપાલિકાએ પોતાના પ્રોપર્ટી ટેક્સ નો ટાર્ગેટ પૂરો કરવા કડક પગલા લેવાની શરૂઆત કરી છે. જે મુજબ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર એ મોટું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન હેઠળ પ્રથમ તબક્કામાં એ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જેમનો પ્રોપર્ટી ટેક્સ નો આંકડો મોટો છે.
હાલમાં જ મુંબઈના વિલેપાર્લે વિસ્તારમાં આવેલી એક પ્રોપર્ટી નો 40 લાખ રૂપિયા જેટલો વેરો બાકી હતો. આ વેરો બિલ્ડર દ્વારા ન ચૂકવાતા, મહાનગરપાલિકાએ બિલ્ડરની બી એમ ડબલ્યુ ગાડી જપ્ત કરી નાખી. પરિણામ સ્વરૂપ બિલ્ડરે 20 લાખ જેટલા રૂપિયા ભરી દીધા અને પોતાની ગાડી છોડાવી.
આવનાર દિવસોમાં મુંબઈ મહાનગર પાલિકા એ તમામ લોકો ને નોટિસ પાઠવશે જેમનો પ્રોપર્ટી ટેક્સ બાકી છે..