Site icon

Mumbai: મુંબઈમાં મહાપાલિકા કરશે હવે મલબાર હિલની બાળગંગા ટાંકીને પુનઃસ્થાપિત.. થશે સૌંદર્યકરણમાં વધારો.

Mumbai: આ પ્રોજેક્ટમાં પુનઃસ્થાપન કાર્ય બે તબક્કામાં હાથ ધરવામાં આવશે અને આગામી વર્ષ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય માળખાને તેની મૂળ ઓળખમાં પુનઃસ્થાપિત કરવાનો, પ્રવાસીઓને આકર્ષવા અને ધાર્મિક વિધિઓની સુવિધા આપવાનો છે.

BMC in Mumbai will now rehabilitate this area of Malabar Hill.. Know what will be the features of this project.

BMC in Mumbai will now rehabilitate this area of Malabar Hill.. Know what will be the features of this project.

News Continuous Bureau | Mumbai 

Mumbai: BMCએ મલબાર હિલમાં સદીઓ જૂની બાણગંગા ટાંકીના ( Banganga tank ) પુનઃ સ્થાપિત  કરવાનું કામ હાથ ધર્યું છે. ડી વોર્ડની ટીમે તાજેતરમાં આ વિસ્તારમાં લગભગ 12 બાંધકામોને તોડી પાડ્યા હતા અને કબજેદારોના પુનર્વસનની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

બાણગંગા ટાંકી એ 11મી સદીની ગ્રેડ-1 હેરિટેજ વિસ્તાર છે. જે ગૌડ સારસ્વત બ્રાહ્મણ મંદિર ટ્રસ્ટની ( Goud Saraswat Brahmin Temple trust ) છે અને તેની જાળવણી મહારાષ્ટ્ર પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવે છે. કાશી અને કાવલે મઠ સહિત 16 અગ્રણી મંદિરો છે. તે શહેરના છેલ્લા બાકી રહેલા કુદરતી જળાશયોમાંથી ( reservoirs ) એક છે. તે અરબી સમુદ્રની નજીક હોવા છતાં, આ ટાંકી તાજા પાણીનો સંગ્રહ કરવા માટે જાણીતી છે.

 રિનોવેશનનું ( renovation ) કામ પુરાતત્વ અને મ્યુઝિયમ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટોરેટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે..

એક અહેવાલ મુજબ, આ પ્રોજેક્ટમાં પુનઃસ્થાપન કાર્ય બે તબક્કામાં હાથ ધરવામાં આવશે અને આગામી વર્ષ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય માળખાને તેની મૂળ ઓળખમાં પુનઃસ્થાપિત કરવાનો, પ્રવાસીઓને આકર્ષવા અને ધાર્મિક વિધિઓની સુવિધા આપવાનો છે. આ પ્રોજેક્ટમાં ટાંકીની આસપાસના ગેરકાયદે બાંધકામને દૂર કરવા, 11મી સદીના રામ કુંડને પુનઃસ્થાપન કરવું, જાહેર સુવિધાઓ પૂરી પાડવાની વ્યવસ્થા કરવી અને ટાંકીના પુનઃસંગ્રહ અને પુનઃનિર્માણ કાર્યનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Zeeshan Siddique: જો તમે રાહુલ ગાંધીને મળવા માંગતા હોવ તો તમારે 10 કિલો વજન ઘટાડવું પડશેઃ ઝીશાન સિદ્દીકી.. જાણો વિગતે..

બણગંગા વિસ્તારમાં ઘણા વર્ષોથી રહેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરવાનું પડકારજનક કાર્ય હવે પૂર્ણ થવાની સંભાવના છે. જેમાં આ પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત પરિવારોને સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી દ્વારા વૈકલ્પિક આવાસ આપવામાં આવશે. બીએમસીને ( BMC) આવા પરિવારો તરફથી સંમતિ પત્ર પણ મળી ગયો છે.

મિડીયા રિપોર્ટ મુજબ, આ પ્રોજેક્ટમાં કાળા બેસાલ્ટ પથ્થરોથી બનેલી ટાંકીના પગથિયાંનું સમારકામ કરવામાં આવશે. તેમજ તળાવ વિસ્તારને લેજર લાઇટ એન્ડ સાઉન્ડ શોથી ઝળહળતો કરવામાં આવશે. જેમાં ભીંતચિત્રો પણ હશે; તો પથ્થરમાર્ગનું પુનઃનિર્માણ કરીને તેને ‘ભક્તિ માર્ગ’ નામ આપવામાં આવશે. દરમિયાન, સુરક્ષા હેતુઓ માટે તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવામાં આવશે.

રિનોવેશનનું કામ પુરાતત્વ અને મ્યુઝિયમ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટોરેટના માર્ગદર્શન હેઠળ અને મુંબઈ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીના સંકલનમાં થઈ રહ્યું છે.

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version