Site icon

Mumbai News : BMC દર વર્ષે પાલિકાની શાળામાં ભણતા પ્રત્યેક વિદ્યાર્થી પાછળ ભણતર માટે એક લાખ રૂપિયા ખર્ચે છે.

વર્તમાન વર્ષમાં, BMC તેની શાળાઓમાં પ્રત્યેક વિદ્યાર્થીના શિક્ષણ માટે રૂ. 1 લાખથી વધુનો ખર્ચ કરે છે. આ ખર્ચ શહેરની ઘણી ખાનગી શાળાઓ દ્વારા વસૂલવામાં આવતી ફી કરતાં વધુ અથવા લગભગ સમાન.

maharashtra government makes compulsory aadhar card for school admission

Mumbai News : BMC દર વર્ષે પાલિકાની શાળામાં ભણતા પ્રત્યેક વિદ્યાર્થી પાછળ ભણતર માટે એક લાખ રૂપિયા ખર્ચે છે.

News Continuous Bureau | Mumbai

વર્ષ 2012-13 થી છેલ્લા 10 વર્ષમાં મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ બાળક દીઠ આ અંદાજપત્રમાં રકમ બમણી કરી નાખી છે. ‘મુંબઈમાં મ્યુનિસિપલ શિક્ષણની સ્થિતિ, 2022’ પર પ્રજા ફાઉન્ડેશનનો અહેવાલ દર્શાવે છે કે ગયા વર્ષે BMCએ પ્રત્યેક બાળક પર લગભગ 85,000 રૂપિયા ખર્ચ્યા હતા. જોકે એક વાસ્તવિકતા એવી છે કે મુંબઇ મહાનગર પાલિકાનું બજેટ પણ તે વાસ્તવિક ખર્ચ કરતાં હંમેશા ઓછું જ હોય છે.

Join Our WhatsApp Community

મુંબઈ મહાનગરપાલિકા આટલો બધો ખર્ચ કરે છે તેમ છતાં એવી ટીકા થઈ રહી છે કે પાલિકાની શાળામાં શિક્ષણની ગુણવત્તા સારા સ્તરની નથી. આ જ કારણ છે કે પાલિકાની શાળામાં બાળકોના એડમિશન નથી થઈ રહ્યા. તેમજ પહેલા ધોરણમાં એડમિશન લેનાર બાળકોમાં થી માત્ર ૪૦ ટકા બાળકો દસમા ધોરણ સુધી ભણે છે.

આ સમાચાર પણ વાંચો:  Government Scheme : 5 હજાર સુધીનું રોકાણ કરીને શરૂ કરો બિઝનેસ! સરકાર પણ કરશે મદદ, શું છે આ યોજના?

ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાની શાળામાં વિદ્યાર્થી (School) પાસેથી એકે રૂપિયો લેવામાં આવતો નથી. આ ઉપરાંત વિદ્યાર્થીને નાસ્તો અને ભોજન પણ અપાય છે. તેમજ સ્કૂલના દફતર, ચોપડા, પેન પેન્સિલ અને કંપાસ સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવે છે. જ્યારે બાળક ઊંચા વર્ગમાં જાય ત્યારે બાળકને ભણવા માટે ટેબલેટ પણ આપવામાં આવે છે. આ તમામ વસ્તુઓ માટે એકે રૂપિયો લેવામાં આવતો નથી.

જો કે ચિંતાની વાત એ છે કે પ્રત્યેક બાળક પાછળ એક લાખ રૂપિયા પ્રતિ વર્ષ ખર્ચ કર્યા પછી પણ પાલિકાની શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટતી જાય છે. અનેક પાલિકાની શાળાઓ બંધ થઈ ચૂકી છે તેમજ વિદ્યાર્થીઓના અભાવને કારણે પાલિકાએ નછૂટકે શાળાને બંધ કરવી પડે છે. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે આ શાળાના પ્રીમાઈસીસ માં પ્રાઇવેટ સ્કુલ શરૂ કરવામાં આવે ત્યારે તે શાળામાં એડમિશન ફૂલ થઇ જાય છે.
 

Mumbai crime news: મુંબઈ ક્રાઇમ: ચોકીદાર જ નીકળ્યો ચોરીનો ‘માસ્ટરમાઇન્ડ’!
Mumbai student assault: હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થિની પર શિક્ષિકાનો અત્યાચાર: મુંબઈમાં ૧૩ વર્ષની બાળકીને લાકડીથી માર માર્યો
Mumbai Murder: ધીમા ઝેરથી મારી નાખવાનો આરોપ: મુંબઈમાં મહિલાના મૃત્યુ કેસમાં સાસરિયાં સહિત આટલા ની થઇ ધરપકડ
Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Exit mobile version