News Continuous Bureau | Mumbai
કોવિડના કેસ(Covid cases) વધી જતા મુંબઈ મહાનગરપાલિકા(BMC) સતર્ક થઈ છે. તેથી મુંબઈમાં કોઈ બિલ્ડિંગ કે હાઉસિંગ સોસાયટીમાં(housing society) કોરોનાનો કેસ નોંધાયો તો તકેદારીના પગલારૂપે તમામ રહેવાસીઓના કોરોનાના ટેસ્ટ(Corona test) કરવાની સૂચના મુંબઈ મહાગરપાલિકા કમિશનર(BMC Commissioner) ઈકબાલસિંહ ચહલે(Iqbal Singh Chahal) તમામ 24 વોર્ડના અધિકારીઓને આપ્યો છે.
મુંબઈમાં છેલ્લા એક મહિનાથી કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી 500ની ઉપર કેસ નોંધાઈ રહ્યા છે. પરમદિવસે મુંબઈમાં લાંબા સમય બાદ કોવિડથી એક દર્દીનું(Covid19 death) મૃત્યુ પણ થયું હતું. તેથી પાલિકા પ્રશાસન(Municipal administration) ફરી સતર્ક થઈ ગઈ છે. પાલિકાએ કોવિડ દર્દી(Covid19 patient) સુધી વહેલી તકે પહોંચીને ચેપ ફેલાતો રોકવા માટે મહત્વના પગલા લીધા છે. જે હેઠળ મુંબઈની કોઈ પણ બિલ્ડિંગ કે હાઉસિંગ સોસાયટીમાં કોરોનાનો દર્દી નોંધાય તો આવશ્યકતા મુજબ બિલ્ડિંગના રહેવાસીઓની સામૂહિક કોરોનાની ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. જેથી કરીને સમયસર દર્દી શોધીને તેમને સારવાર આપી શકાશે. તેમ જ સમયસર ચેપ ફેલાતો પણ રોકી શકાશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના પશ્ચિમ પરાના આ ગુજરાતી વિસ્તારો ફરી એક વાર કોરોનાની ચપેટમાં- 14 દિવસમાં આટલા ટકા કેસનો ઉછાળો- જાણો વિગતે
