Site icon

દેશની સૌથી અમીર મુંબઈ મહાનગર પાલિકામાં 7000 ચમચી, 200 પ્લેટની થઇ ‘ચોરી’, કેન્ટીનમાં લગાવવું પડ્યું બોર્ડ..

દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મોટી સંખ્યામાં વાસણો ચોરી થઈ જવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Mumbai Heritage Redevelopment: Paving the way for stalled redevelopment in South Mumbai

Mumbai Heritage Redevelopment: Paving the way for stalled redevelopment in South Mumbai

News Continuous Bureau | Mumbai

તમે ચોરીના ઘણા કિસ્સા સાંભળ્યા હશે. આમાં વાસણોની ચોરીની વાર્તાઓ તો હશે જ, જોકે તે કિસ્સાઓ  દુકાન કે ફેક્ટરી સાથે સંબંધિત હશે. પરંતુ, આજે કોઈ દુકાન કે ફેક્ટરી નહીં પણ દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મોટી સંખ્યામાં વાસણો ચોરી થઈ જવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં આ મામલો છે દેશની સૌથી ધનિક મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો. અહીંની કેન્ટીનમાંથી ચમચી, પ્લેટ અને ગ્લાસ ગાયબ થવાનો મામલો ચર્ચામાં છે. છેલ્લા એક વર્ષમાં BMC હેડક્વાર્ટરની કેન્ટીનમાંથી હજારો પ્લેટો, ચમચી અને ગ્લાસ ગુમ થઈ ગયા છે.

કેન્ટીન ચલાવનાર વ્યક્તિને ભારે નુકશાન

અહીં દરરોજ હજારો લોકો આવે છે, જેઓ કેન્ટીનમાં ભોજન ખાય છે. આ સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તેમની ઓફિસમાં ખાવા-પીવાનો નાસ્તો મંગાવે છે. પરંતુ, જમ્યા પછી, તેઓ આ વાસણો પાછા કેન્ટીનમાં મોકલવાનું ભૂલી જાય છે. આવી સ્થિતિમાં કેન્ટીન ચલાવનાર વ્યક્તિને છેલ્લા વર્ષમાં મોટું નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ગમે ત્યારે રાજકીય ભૂકંપ? ઉદ્ધવ ઠાકરેની શરદ પવાર સાથેની મુલાકાત બાદ આજે બંને મોટા નેતાઓ ફરી મુલાકાત કરશે

BMC હેડક્વાર્ટરની આ કેન્ટીનમાં હવે વાસણો ગાયબ થતા રોકવા માટે એક બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં BMCમાં કામ કરતા લોકોને કેન્ટીનની બહાર ચમચી, પ્લેટ અને ગ્લાસ ન લઈ જવાની વિનંતી કરવામાં આવી છે. આ સાથે બોર્ડ પર યાદી પણ ચોંટાડી દેવામાં આવી છે. જેમાં એક વર્ષમાં થયેલા નુકસાનનો આંકડો લખવામાં આવ્યો છે.

કેન્ટીનમાંથી વાસણો ન લો!

કેન્ટીનમાં લગાવવામાં આવેલા બોર્ડમાં લખ્યું છે કે, “કેન્ટીનમાંથી હજારો ચમચી, પ્લેટ અને ગ્લાસ ગાયબ હોવાથી, સ્ટાફ અને અધિકારીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ હવે કેન્ટીનની બહાર વાસણો ન લઈ જાય.”

નુકસાનનો આંકડો 

ચમચી – 6થી 7 હજાર

લંચ પ્લેટ – 150 થી 200

નાસ્તાની પ્લેટ – 300 થી 400

ગ્લાસ – 100 થી 150

આ સમાચાર પણ વાંચો :  બિઝનેસ વુમન તરીકે પરત ફરશે ‘અનુપમા’, લિપ બાદ બદલાઈ જશે જીવન, જાણો વિગત

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version