Site icon

મુંબઈમાં ખારના લાવી એપાર્ટમેન્ટમાં BMCના અધિકારીઓ ઓચિંતી વિઝિટ – આ કારણથી રહેવાસીઓનું ટેન્શન વધી ગયું

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મુંબઈના પશ્ચિમ ઉપનગરના(western suburbs) ખારમાં(khar) “લાવી” અપાર્ટમેન્ટના રહેવાસીઓની ધાકધૂક વધી ગઈ છે. સોમવારે મુંબઈ મહાનગરપાલિકાની(BMC) કે-વેસ્ટ વોર્ડના અધિકારીઓ ફરી એક વખત આ ઈમારતમાં પહોંચી ગયા હતા અને લગભગ બે કલાક સુધી ઈમારતના ખૂણેખૂણે ફરીને તપાસ કરી હતી અને ફોટાઓ પણ પાડ્યા હતા.

ખાર(વેસ્ટ)માં 14માં રોડ પર આવેલી “લાવી”  ઈમારતમાં જ આઠમા માળા પર અમરાવતીને(Amravati) સાંસદ નવનીત રાણા(MP Navneet Rana) અને તેમના પતિ રવિ રાણાનું(Ravi Rana) ઘર આવેલું છે અને તેમના ઘરમાં રહેલા ગેરકાયદે બાંધકામને(Illegal construction) લઈને પહેલા જ તેમને પાલિકા નોટિસ ફટકારી ચૂકી છે.

રાણા દંપતીને તેમના ઘરમાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામને મુદ્દે પાલિકાએે નોટિસ ફટકારી હતી અને બાદમાં તેમના ઘરનું નિરીક્ષણ પણ કર્યું હતું. ત્યારબાદ તેમના ઘરમાં રહેલા ગેરકાયદે બાંધકામને દૂર કરો અથવા પાલિકા તેને તોડી પાડશે એવી પાલિકાએ ફરી તેમને નોટિસ આપી હતી.  ગેરકાયદે બાંધકામને હટાવવા માટે પાલિકાએ તેમને ૭થી ૧૫ દિવસનો સમય આપ્યો હતો. આ દરમિયાન રાણા દંપતી કોર્ટમાં ગઈ હતી. તેમ જ તેમણે ઘરમાં કરવામાં આવેલા બાંધકામને રેગ્યુલરાઈસ્ડ(Regularized) કરવા માટે પાલિકા પાસે મંજૂરી પણ માગી છે.

આ સમાચાર પણ વાંચો : પાણી સાચવીને વાપરજો- ઉત્તર મુંબઈના આ વિસ્તારોમાં આજથી 2 દિવસ પાણી નહીં આવે

આ દરમિયાન પાલિકાને ‘લાવી’ ઈમારતમાં અન્ય ફ્લેટમાં પણ ગેરકાયદે બાંધકામ હોવાનું જણાયું હતું. તેથી ઈમારતમાં રહેલા અન્ય ઘરોની પણ પાલિકા તપાસ કરવાની હોવાનું કહેવાય છે. આ તપાસ અંતર્ગત સોમવારે પાલિકાની એક ટીમ લાવી’ અપાર્ટમેન્ટમાં ફરી ગઈ હતી અને ઈમારતની લગભગ બે કલાક સુધી તપાસ કરી હતી.

એ સમયે બિલ્ડિગની ગેલેરીના અને અન્ય બાંધકામના ફોટા લીધા હોવાનું કહેવાય છે. નવ માળાની બિલ્ડિંગમા સાત માળાની તેઓએ તપાસ કરી હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રોના કહેવા મુજબ રાણા દંપતીને કારણે બિલ્ડિંગના અન્ય રહેવાસીઓને પણ પાલિકાની નોટિસ મળી છે.
 

Mira-Bhayandar Permit Scam:મીરા-ભાયંદર ઈ-રિક્ષા પરમિટમાં મોટું કૌભાંડ? બોગસ દસ્તાવેજોના આધારે રોહિંગ્યાઓને પરમિટ અપાયાનો પૂર્વ ધારાસભ્યનો સનસનાટીભર્યો દાવો
Andheri Robbery Case:ખાખી વર્દીમાં લૂંટારો: અંધેરીમાં ₹25 લાખની લૂંટ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સહિત 4 ઝડપાયા, તમામ રકમ રિકવર
Dindoshi Clash:દિન્ડોશીના સંતોષ નગરમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો: પોલીસના બળપ્રયોગમાં એક છોકરો ગંભીર ઈજાગ્રસ્ત
Mumbai Crime: ચર્ચગેટના ટાટા ગાર્ડનમાં લોહિયાળ ખેલ: ૫૫ વર્ષીય પ્રોઢની પથ્થરના ઘા ઝીંકી નિર્મમ હત્યા, હુમલાખોર ફરાર
Exit mobile version