Site icon

લો બોલો!! મુંબઈ મેટ્રોએ જ પાલિકાને લગાવ્યો ચૂનો. આટલા કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવ્યો નથી.. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મુંબઈ મેટ્રોએ 2023થી પ્રોપર્ટી ટેક્સના લગભગ 117 કરોડ રૂપિયા ચૂકવ્યા ન હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.  
એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ પાલિકાના કે-પૂર્વ અને કે-પશ્ચિમ વોર્ડ દ્વારા મુંબઈ મેટ્રોની સંબંધિત મિલકત પર જપ્તીની નોટિસ મોકલવામાં આવી છે. કે-પૂર્વ વોર્ડની હદમાં છ તો કે-પશ્ચિમ વોર્ડની હદમાં પાંચ મિલકતનો સમાવેશ થાય છે, જેમાં આઠ મેટ્રો રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.

Join Our WhatsApp Community

જકાત બંધ થયા બાદ ગુડ્સ સર્વિસ ટેક્સ(જીએસટી) અમલમાં આવ્યા બાદ પાલિકાની મોટાભાગની આવક પ્રોપર્ટી ટેક્સના માધ્યમથી થાય છે. પાલિકાએ પોતાની આવક વધારવા પ્રોપર્ટી ટેક્સની વસૂલી પર ધ્યાન આપી રહી છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારી સંસ્થા, કંપની અને વ્યક્તિઓ પ્રોપર્ટી જપ્ત કરવાની નોટિસ મોકલવામાં આવતી હોય છે.

એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ મુંબઈ મેટ્રોએ 2013થી અત્યાર સુધી 117 કરડો 62 લાખ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવ્યો નથી. લગભગ 11 માલમત્તા પરનો ટેક્સ ભરવા માટે પાલિકાએ તેમને ગુરુવારે નોટિસ મોકલી હતી. 

આ સમાચાર પણ વાંચો : યાત્રી કૃપયા ધ્યાન દે.. હોળીમાં પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા વેસ્ટર્ન રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન… જાણો વિગતે

નોટિસ મોકલેલી માલમત્તામાં આઝાદનગર મેટ્રો સ્ટેશન, ડી.એન.નગર મેટ્રો સ્ટેશન, વર્સોવા મેટ્રો સ્ટેશન, એલઆઈસી અંધેરી મેટ્રો સ્ટેશન, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે મેટ્રો સ્ટેશન, જે.બી.નગર મેટ્રો સ્ટેશન. એરપોર્ટ મેટ્રો સ્ટેશન, મરોલ મેટ્રો સ્ટેશન જેવા સ્ટેશનોનો સમાવેશ હોવાનું માનવામાં આવે  છે.

પાલિકાએ નોટિસ મોકલેલી નોટિસ મુજબ 21 દિવસમાં ટેક્સ ભરવાનો રહેશે અન્યથા મિલકતનો પાણી પુરવઠો ખંડિત કરવામાં આવશે ત્યારબાદ પણ ટેક્સ નહીં ભર્યો તો સ્યુએજ લાઈનનો કનેકશન કાપી નાખવામાં આવશે અને છેવટે મિલકત જપ્ત કરીને તેની લિલામી કરવામાં આવશે.

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version