News Continuous Bureau | Mumbai
મુંબઈના બોરીવલી(વેસ્ટ)માં(Borivali(West)) સાઈબાબા નગરમાં(Saibaba Nagar) આવેલી શ્રી ઓમ ગીતાંજલિ નગરની(Shri Om Gitanjali Nagar) જર્જરિત થયેલી બિલ્ડિંગની ‘એ’ વિંગ શુક્રવારે બપોરે અચાનક તૂટી પડી હતી. એ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) શનિવારે એને અડીને આવેલી બી-વન બિલ્ડીંગ(B-1 Building) તોડી પાડી હતી.
સી-વન શ્રેણીમાં એટલે કે અત્યંત જોખમી હાલતમાં રહેલી આ બિલ્ડિંગને લગતી મેટર કોર્ટમાં(Matter Court) પેન્ડિંગ હતી, તેથી પાલિકા અગાઉ તેને ના ખાલી કરાવી શકી હતી કે ના તેને તોડી પાડી શકી હતી. શુક્રવારે જોકે બિલ્ડિંગની એક વિંગ તૂટી પડ્યા બાદ પાલિકાએ ઉતાવળે બીજી વિંગ તોડી પાડી હતી.
પાલિકાએ કોર્ટમાં કહ્યું હતું કે ‘આ બિલ્ડંગિને ઑલરેડી સી-વન શ્રેણીની જાહેર કરી હતી અને તેને ખાલી કરવા માટે નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી એથી કોર્ટે બીજી કોઈ દુર્ઘટના ન બને એ માટે નિર્દેશ આપતા કહ્યું કે બી-વન, બી-૨ અને બી-૩ ત્રણેત્રણ બિલ્ડિંગ રહેવાસીઓ પાસે ખાલી કરાવીને ૨૪ કલાકમાં તોડી પાડે અથવા બીએમસી ૪૮ કલાકમાં તોડી પાડે.’
આ સમાચાર પણ વાંચો : આ સડક સમ્મોહન શું છે- બોમ્બે પુના હાઈવે પર એક્સિડન્ટ થઈ ગયા પછી નવી ચર્ચા સામે આવી
બોરીવલી ‘આર’ સેન્ટ્રલ વૉર્ડના આસિસ્ટન્ટ કમિશનર(Assistant Commissioner, Central Ward) નિવૃત્તિ ગોંધળીના કહેવા મુજબ સુરક્ષાને ધ્યાનમાં રાખીને શુક્રવારે સાંજે જ ગીતાંજલિ નગરની ત્રણે વિન્ગ ખાલી કરાવી લેવામાં આવી હતી, પણ શનિવારે રહેવાસીઓને તેમનો સામાન કાઢી લેવાની છૂટ આપી હતી. એ પછી શનિવારે બપોરે ૩.૩૦ વાગ્યે તૂટી પડેલા ‘એ’ બિલ્ડિંગને અડીને આવેલા બી-૧ બિલ્ડિંગમાં પણ ધ્રુજારી લોકોએ અનુભવી હતી. તેથી જેસીબી બોલાવીને બી-૧ બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું હતું. એ ત્રણેત્રણ બિલ્ડિંગમાં કુલ ૩૦ પરિવાર હતા જેમાંથી પાંચ પરિવારને એ જ કૉમ્પ્લેક્સના ‘સી’ બિલ્ડિંગના ખાલી ફ્લેટમાં અત્યારે રહેવાની સગવડ કરી આપી છે, જ્યારે અન્ય ૨૫ પરિવાર તેમનાં સગાંસંબંધીઓને ત્યાં રહેવા ચાલ્યા ગયા છે.