Site icon

પરદેશથી આવતા પ્રવાસીઓ માટે મુંબઈ મહાનગર પાલિકાએ જાહેર કરી નવી ગાઇડલાઇન. જાણો વિગત….

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 8 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

ગુરૂવાર.

      મુંબઈ માં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને બૃહદ મુંબઈ મહાનગરપાલિકાએ પરદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઇન તૈયાર કરી છે. યુકે, બ્રાઝિલ, યુરોપ, સાઉથ આફ્રિકા અને ધ મિડલ ઇસ્ટ થી આવતા પ્રવાસીઓએ હવે આ નવા નિયમોનું કડક પાલન કરવું પડશે.

     બૃહદ મુંબઈ મહાનગરપાલિકા જાહેર કરેલા નવા નિયમ મુજબ પરદેશથી આવતા પેસેન્જરોને બીએમસી ના અધિકારીઓ તેમના ક્વૉરન્ટીન સમયગાળા દરમિયાન બે વખત તપાસ કરવા જશે. એરપોર્ટ તરફથી જાહેર કરાયેલા બહારગામથી આવનારા પ્રવાસીઓના લિસ્ટ મુજબ તે વોર્ડના અધિકારીઓ ક્વોરન્ટાઇન સેન્ટરમાં  તપાસ કરવા જશે. ક્વોરન્ટાઇન સમયગાળાના બીજા અને છઠ્ઠા દિવસે અધિકારીઓ તેમને ચેક કરવા જશે અને તે અંગેનો રિપોર્ટ તેમણે તેમના ઝોનલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તથા એડિશનલ મ્યુનિસિપલ કમિશનરને કરવાનો રહેશે. તે ઉપરાંત બીએમસી ઓફિસરોની એક ટીમ તૈયાર કરવામાં આવી છે કે જેઓ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ની બહાર ફરજ નિભાવશે. આ ઓફિસરોએ એરપોર્ટ થી બહાર આવનાર પેસેન્જરોને સુરક્ષિત રીતે બેસ્ટ ની બસમાં બેસાડી તેમને તેમના ક્વોરેન્ટાઇન સેન્ટર સુધી પહોંચાડવાની જવાબદારી રહેશે. એરપોર્ટ થી ક્વોરન્ટાઇન સેન્ટર ની હોટલો સુધી બેસ્ટની ખાસ બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના ડ્રાઇવરો નું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. પેસેન્જરોને તેમની ચોઈસ ની હોટલમાં પહોંચાડવાનું કામ બેસ્ટ ના બસ ડ્રાઈવર કરશે અને હોટલમાં પહોંચાડ્યા પછી તેનો રિપોર્ટ તેમણે બીએમસીના ઓફિસરોને કરવો પડશે.

શિવસેનાનો કમાલ : ગુનેગારો ને નોકરી આપવાનું ચાલુ :  મહાનગરપાલિકામાં ગંભીર ગુનામાં સંડોવાયેલાને ૧૧ વર્ષે પાછી નોકરી આપી. જાણો વિગત..
 

    ઉલ્લેખનીય છે કે, ઉપર જણાવવામાં આવેલા દેશોમાંથી આવનાર પ્રવાસીઓએ ક્વોરનટાઇન હોટલમાં સાત દિવસ સુધી ફરજિયાત રહેવું પડશે અને તેમનો કોવિડ 19 નેગેટિવ આવ્યા બાદ તેમણે બીજા સાત દિવસ સુધી ઘરમાં આઇસોલેશન માં રહેવું પડશે. જો આ કાયદાનું પાલન નહીં કરવામાં આવે તો તેમના વિરુદ્ધ જરૂરી પગલાં લેવામાં આવશે.

Bihar Bhawan in Mumbai: મુંબઈમાં બનશે ૩૦ માળનું નવું ‘બિહાર ભવન’; નીતીશ સરકારના આ પ્રોજેક્ટનું લોકેશન અને ખાસિયતો જાણી લો
Mumbai Metro 2B Update: મેટ્રો લાઇન 2B પર ૧૩૦ મીટર લાંબો કેબલ-સ્ટેડ ‘શૂન્ય પુલ’ તૈયાર; પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતા આ બ્રિજની જાણો ૫ મોટી ખાસિયતો
Western Railway Update: કાંદિવલી-બોરીવલી છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ; આજથી લોકલ ટ્રેનો સમયસર દોડશે, જાણો મુસાફરોને થનારા 5 મોટા ફાયદા.
Shaina NC: શાઇના એનસીએ ઠાકરે ભાઈઓ પર સાધ્યું નિશાન; ‘વર્ક ફ્રોમ હોમ’ના ટોણા સાથે મુંબઈના વલણો પર આપી આકરી પ્રતિક્રિયા.
Exit mobile version