Site icon News Continuous Bureau | Mumbai

BMC Junior Engineer Bribery લાંચિયા અધિકારી પર એન્ટી કરપ્શન બ્યુરોની તરાપ BMCના જુનિયર એન્જિનિયર પાસેથી ₹૭ લાખથી વધુ રોકડ ઝડપાઈ

BMC Junior Engineer Bribery ક્લાઉડ કિચનની ડ્રેનેજ લાઈન મંજૂર કરવા ૧.૨૫ લાખ માંગી અંતે ૨૦ હજાર નક્કી કર્યા, એસીબીએ એવોર્ડ ઓફિસમાં છટકું ગોઠવી દબોચ્યો

BMC Junior Engineer Bribery  લાંચિયા અધિકારી પર એન્ટી કરપ્શન બ્યુરોની તરાપ BMCના જુનિયર એન્જિનિયર પાસેથી ₹૭ લાખથી વધુ રોકડ ઝડપાઈ

BMC Junior Engineer Bribery લાંચિયા અધિકારી પર એન્ટી કરપ્શન બ્યુરોની તરાપ BMCના જુનિયર એન્જિનિયર પાસેથી ₹૭ લાખથી વધુ રોકડ ઝડપાઈ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

BMC Junior Engineer Arrested Bribery ACB Mumbai બૃહન્મુંબઈ મહાનગરપાલિકામાં (BMC) ભ્રષ્ટાચાર સામે એન્ટીકરપ્શન બ્યુરોએ (ACB) મોટી કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ મહાનગરપાલિકાના ‘એ’ વોર્ડ અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) વિભાગમાં ફરજ બજાવતા ૩૯ વર્ષીય જુનિયર એન્જિનિયરને ડ્રેનેજ રિપેરિંગની પરવાનગી આપવાના અવેજમાં ₹૨૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. આ ધરપકડ બાદ આરોપી પાસેથી ₹૭ લાખથી વધુની શંકાસ્પદ રોકડ પણ મળી આવી છે.

BMC Junior Engineer Bribery – ક્લાઉડ કિચનની ડ્રેનેજ મંજૂરી માટે માંગી લાંચ

મળતી વિગતો અનુસાર, એક મહિલાએ પોતાના ઘરેથી ક્લાઉડ કિચન (Cloud Kitchen) શરૂ કરવા માટે રસોડા સાથે જોડાયેલી ડ્રેનેજ લાઇન અને ચેમ્બર રિપેરિંગની જરૂરી મંજૂરી મેળવવા પાલિકા કચેરીમાં સત્તાવાર અરજી કરી હતી. આ કામ ઝડપથી પૂરું કરી આપવા માટે સંબંધિત જુનિયર એન્જિનિયરે શરૂઆતમાં ₹૧.૨૫ લાખની તોતિંગ લાંચ માંગી હતી. મહિલા લાંચ આપવા ન માંગતી હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી હતી.

BMC Junior Engineer Bribery – એસીબીએ એ-વોર્ડ કચેરીમાં છટકું ગોઠવી રંગેહાથ દબોચ્યો

એસીબી દ્વારા કરવામાં આવેલી ખરાઈ દરમિયાન અંતે ₹૨૦,૦૦૦ ની લાંચ લેવાનું નક્કી થયું હતું. ત્યારબાદ એસીબીની વિશેષ ટીમે પાલિકાની ‘એ’ વોર્ડ ઓફિસમાં છટકું ગોઠવીને મહિલા પાસેથી લાંચની રકમ સ્વીકારતા જુનિયર એન્જિનિયરને રંગેહાથ ઝડપી લીધો હતો. આ કાર્યવાહીથી પાલિકાના કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

BMC Junior Engineer Bribery – ₹૭ લાખથી વધુની શંકાસ્પદ રોકડ જપ્ત, અપ્રમાણસર સંપત્તિ અંગે તપાસ

ઝડપાયેલા અધિકારીની અંગજડતી અને કચેરીમાંથી એક મોબાઈલ ફોન તેમજ ₹૭,૦૩,૦૬૦ ની શંકાસ્પદ રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા (Prevention of Corruption Act) હેઠળ ગુનો નોંધીને આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી અને તેમાં અન્ય કોઈ અધિકારીઓ સામેલ છે કે કેમ તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.

👉 આ સમાચાર વાચો:
BMC Pedestrian First Drive ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ પહેલ હેઠળ મનપાની કુર્લા પશ્ચિમમાં એલ.બી.એસ. માર્ગ પર કાર્યવાહી, ફૂટપાથ પરના દબાણો હટાવાયા

Manpada Police Trace Lost Mobiles માનપાડા પોલીસની સરાહનીય કામગીરી અધધ ₹4.84 લાખના 32 ગુમ થયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
Naupada Housebreaking Case નૌપાડામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો CCTV ફૂટેજના આધારે 2 રીઢા ચોર ઝડપાયા, અન્ય ગુનાઓનો પણ પર્દાફાશ
Knife Attack Kalina કાલિનામાં ઓનલાઇન ગેમિંગ વિવાદમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની કરી ધરપકડ
Hundreds Of Fish Die In Banganga Tank પિતૃપક્ષ દરમિયાન બાણગંગા તળાવમાં સેંકડો માછલીઓના મોત પાલિકાની તાકીદની બેઠક…
Exit mobile version