Site icon

‘દિવા તળે અંધારું’ બીએમસી જ પોતાના નિયમો નથી માનતી.. અંધેરી K વેસ્ટ વોર્ડની ઓફીસ જ અવૈદ્ય છે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

11 સપ્ટેમ્બર 2020

એક કહેવત છે કે 'વાડ જ ચીભડા ગળી જાય તો ફરિયાદ કોને કરવી.' એવા જ કઈ હાલ છે મુંબઈની મહાનગર પાલિકાના. મનપા પોતેજ બનાવેલા નિયમોનું પાલન નથી કરતી પણ જ્યારે શિવસેનાના નેતા સંજય રાઉત અને અભિનેત્રી કંગના રનૌત વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ 24 કલાક પહેલાં જ કંગનાની ઓફિસ તોડવા પહોંચી ગયા હતા. 

આજે વાત કરવી છે અંધેરીમાં આવેલી કે વેસ્ટ વોર્ડની.. અહીંની ઓફિસમાં ઠેકઠેકાણે અવૈધ બાંધકામ થયેલું નજરે ચડ્યું છે. કે. વેસ્ટ વોર્ડ એટલે અંધેરી-વિલેપાર્લે-જોગેશ્વરી વિસ્તારનો સમાવેશ કરતું વોર્ડ. આ વિસ્તારમાં ઘણા ફિલ્મ સ્ટારો અને બિઝનેસમેનોના ઘરો આવેલા છે.  

મનપાની કે વેસ્ટ વૉર્ડમાં આવેલી બિલ્ડિંગની અંદર ગ્રાઉન્ડ ફ્લોરનો જે હિસ્સો છે તે જ અવૈધ છે. બિલ્ડીંગના પાંચમાં માળ પર ટુ બીએચકે ફ્લેટ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ ફ્લેટને ફેરફાર કરી, તોડફોડ કરી ત્યાં ઓફિસ બનાવી દેવાઈ છે. અંધેરી કે વોર્ડની બીએમસીની ઓફિસના છઠ્ઠા માળે પણ મ્યુનિસિપલ કમિશનરના રહેવા માટે ફ્લેટ રિઝર્વ રાખવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પણ 'બિલ્ડિંગ અને ફેક્ટરી'  ડિપાર્ટમેન્ટની ઓફિસો બનાવી દેવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામને લઈ અનેક ફરિયાદો પણ ઉઠી હતી. પરંતુ, આ બાંધકામ હજી પણ જેમનું તેમ જોવા મળે છે. 

કે વેસ્ટના બીએમસીના કાર્યાલયમાં આટલું બધું ગેરકાયદેસર કામ છે તેની માહિતી બીએમસીએ સ્વયં એક સમાજસેવક ની આરટીઆઇમાં આપી હોવાથી જાણવા મળી છે.

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version