Site icon

બાળકોના વેક્સિનેશન માટે BMCએ તૈયાર કરી બ્લુ પ્રિન્ટ, આટલા સેન્ટર પર મળશે વૅક્સિન. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 24 ડિસેમ્બર 2021  

Join Our WhatsApp Community

 શુક્રવાર.

વિદેશમાં ઓમીક્રોનનો ચેપનું પ્રમાણ  બાળકોમાં વધુ જણાઈ આવ્યું છે. મુંબઈમાં પણ દિવસેને દિવસે ઓમાઈક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ બાળકોના વૅક્સિનેશન માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી દીધી છે. તે મુજબ બેથી 18વર્ષના બાળકોને વૅક્સિન આપવા માટે 250 સેન્ટર પર વ્યવસ્થા કરવામાં આવવાની છે. 

વૅક્સિનના ડોઝની ઉપલબ્ધતા અને બાળકો તરફથી મળનારા પ્રતિસાદ અનુસાર સેન્ટર અને વૅક્સિનેશનની સંખ્યા વધારવામાં આવવાની છે. એક અંદાજ મુજબ મુંબઈમાં 18 વર્ષથી નીચે 35 લાખ બાળકોનું વૅક્સિનેશન કરવામાં આવવાનું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન(WHO)એ નાના બાળકોના વેક્સિનેશન મટે કોવોવેક્સ વૅક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. તેથી પુણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટે તેનું 200 કરોડ ડોઝનું ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો છે. WHO ની મંજૂરી મળ્યા બાદ આઈસીએમઆર અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ તાત્કાલિક બાળકોનું વેક્સિનેશન ચાલુ કરવામાં આવવાનું છે. તે માટે પાલિકાએ તૈયારી કરી લીધી છે.

પાલિકાના અધિકારીના કહેવા મુજબ બાળકોના વૅક્સિનેશનને મંજૂરી મળવાની સાથે જ ત્રણ દિવસથી અઠવાડિયામાં વૅક્સિનેશન ચાલુ થઈ જશે. તે માટે કર્મચારીઓને આવશ્યકતા મુજબ ટ્રેનિંગ આપવામાં આવશે. વૅક્સિનના સ્ટોરેજ માટે કાંજુરમાર્ગના કોલ્ડ સ્ટોરેજમાં વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલા, 28માં અને 57મં દિવસે એમ ત્રણ ડોઝ આપવામાં આવશે.  વૅક્સિન આપ્યા બાદ રિએકશન થાય તો તે માટે પિડિયાટ્રિક વોર્ડનો ઉપયોગ કરાશે.

મધ્ય રેલવેમાં એર કન્ડિશન લોકલ ટ્રેન ના ફેરા વધારવામાં આવશે. આ છે કારણ; જાણો વિગત

હાલ પાલિકાની મુંબઈ સેન્ટ્રલમાં આવેલી નાયર હોસ્પિટલમાં બેથી 18 વર્ષના બાળકો પર વૅક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. આ ટ્રાયલમાં જોડાવવા માટે 230227205 અથવા 23027204 નંબર પર રજિસ્ટ્રેશન કરીને માર્ગદર્શન મેળવી શકાશે.

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version