ભાજપના આ નેતાની ફરિયાદ બાદ મુંબઈ મહાનગરપાલિકા એક્શનમાં-મઢ સ્ટુડિયોને ફટકારી નોટિસ- જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

મલાડના મઢ પરિસરમાં(Malad's Madh premises) મહારાષ્ટ્ર કોસ્ટલ રેગ્યુલેશન ઝોન એક્ટનો (Maharashtra Coastal Regulation Zone Act) ભંગ કરીને સ્ટુડિયો(Studio) ઊભો કરવામાં આવ્યો હોવાની ભાજપના નેતાએ(BJP leader) ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ આખરે શુક્રવારે મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ આ સ્ટુડિયોમાં તાત્કાલિક શૂટિંગ(Immediate shooting) બંધ કરવાની સાથે જ અન્ય તમામ બાબત માટે તેનો ઉપયોગ બંધ કરવાની નોટિસ ફટકારી છે.

Join Our WhatsApp Community

મલાડના મઢ પરિસરમાં ગેરકાયદે રીતે સ્ટુડિયો ઊભો કરવામાં આવ્યો હોવાની ભાજપ સતત ફરિયાદ કરતું આવ્યું છે. હાલ અધિવેશનમાં (Monsoon session) પણ મઢમાં મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટિ અને પર્યાવરણ ખાતાની મંજૂરી(Environment department approval) લીધા વગર ગેરકાયદે રીતે સ્ટુડિયો(Illegal Studio) ઊભો કરવામાં આવ્યો હોવાનો મુદ્દો ગાજ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : રેલવે પોલીસની સરાહનીય કામગીરી- નાલાસોપારામાં અપહરણ થયેલા બાળકનો માતા સાથે કરાવ્યો મિલાપ- આ લોકો સામે નોંધી અપહરણની ફરિયાદ

શુક્રવારે મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના પી-ઉત્તર વોર્ડ દ્વારા શુક્રવારે એક નોટિસ બહાર પાડવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ સ્ટુડિયોમાં ચાલી રહેલા શૂટિંગ બંધ કરવા તેમ જ સ્ટુડિયોનો અન્ય કારણ માટે ઉપયોગ બંધ કરવો. આ આદેશનું પાલન નહીં કર્યું તો પાલિકાના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયાના અહેવાલ મુજબ આ નોટિસ ભાજપના નેતા અતુલ ભાતખલકર અને કિરીટ સોમૈયાએ(Atul Bhatkhalkar and Kirit Somaiya) મઢ સ્ટુડિયોનું ઈન્સ્પેકશન કર્યા બાદ પાલિકાએ ફટકારી હોવાનું કહેવાય છે. જોકે આ નોટિસ ફક્ત એક સ્ટુડિયોને જ તેના ઈન્સ્પેકશન બાદ મોકલવામાં આવી છે. અન્ય સ્ટુડિયોમાં કોઈ ગેરકાયદે બાંધકામ(Illegal construction) જણાયું તો તેને નોટિસ મોકલવામાં આવશે એવું પાલિકાએ કહ્યું હતું.

ભાજપના નેતાએ મઢમા 28 સ્ટુડિયો ગેરકાયદે ઊભા કરી દેવામા આવ્યા હોવાની ફરિયાદ પાલિકાને કરી હતી અને રાજ્યના ભૂતપૂર્વ પર્યાવરણ પ્રધાન(Former Environment Minister) આદિત્ય ઠાકરે(Aaditya Thackeray) અને રાજ્યના કોંગ્રેસના(Congress) ધારાસભ્ય અસલમ શેખ સામે 1,000 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ પણ કર્યો હતો.
 

BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Exit mobile version