ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ એપ્રિલ 2021
મંગળવાર
મુંબઈ મહાનગરપાલિકાએ ચોમાસા ની તૈયારી કરવાની શરૂઆત કરી દીધી છે. મુંબઈ શહેર નું ચોમાસુ શહેરવાસીઓને હંમેશા હેરાન કરતું હોય છે. આ વખતે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી હોવાને કારણે પાલિકા પ્રશાસન ઘણું સતર્ક છે. મહાનગરપાલિકાએ MMRDA અને મુંબઈ મેટ્રો ને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે લિંક રોડ તેમજ એસવી રોડ પર જે કોઈ સામાન અને ડેબ્રિઝ પડેલા છે તે સર્વે કોઈને એક મહિનામાં ખસેડી નાખવામાં આવે. ઉલ્લેખનીય છે કે આખા મુંબઈ શહેરમાં અત્યારે મેટ્રો નું કામ જોરદાર ચાલુ હોવાને કારણે શહેર વાસીઓને વારંવાર તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આ બે ઓથોરિટી મુંબઈ મહાનગર પાલિકાનું સાંભળે છે કે કેમ.
