Site icon News Continuous Bureau | Mumbai

BMC Pedestrian First Drive મુંબઈ મનપાની ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ ઝુંબેશ આ વિસ્તારોમાં ફૂટપાથ પરથી ૧૫ ગેરકાયદે દુકાનો અને દબાણોનો સફાયો

BMC Pedestrian First Drive હાઈકોર્ટના નિર્દેશ બાદ પાલિકાની સ્પેશિયલ ડ્રાઇવ, સાંતાક્રુઝ પૂર્વમાં ૫૦૦ મીટર લાંબો ફૂટપાથ સંપૂર્ણ દબાણમુક્ત કરાયો

BMC Pedestrian First Drive  મુંબઈ મનપાની ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ ઝુંબેશ આ વિસ્તારોમાં ફૂટપાથ પરથી ૧૫ ગેરકાયદે દુકાનો અને દબાણોનો સફાયો

BMC Pedestrian First Drive મુંબઈ મનપાની ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ ઝુંબેશ આ વિસ્તારોમાં ફૂટપાથ પરથી ૧૫ ગેરકાયદે દુકાનો અને દબાણોનો સફાયો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

BMC Pedestrian First Drive મુંબઈના ફૂટપાથોને રાહદારીઓ માટે સુગમ અને સુરક્ષિત બનાવવાના ઉદ્દેશથી મુંબઈ મહાનગરપાલિકાએ (BMC) બોમ્બે હાઈકોર્ટના કડક આદેશ બાદ શરૂ કરેલી ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ (Pedestrian First) ઝુંબેશ હેઠળ દાદર અને સાંતાક્રુઝ વિસ્તારમાં આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. આ વિશેષ અભિયાન હેઠળ સંયુક્ત ટીમો દ્વારા ૧૫ ગેરકાયદે દુકાનો, શેડ, ઓટલા અને અનધિકૃત ફેરિયાઓ સામે લાલ આંખ કરીને રસ્તાઓ મોકળા કરવામાં આવ્યા હતા.

BMC Pedestrian First Drive – દાદર પૂર્વમાં બાબાસાહેબ આંબેડકર રોડ પર મોટા પાયે ડિમોલિશન

મળતી સત્તાવાર વિગતો અનુસાર, દાદર (પૂર્વ) સ્થિત બાબાસાહેબ આંબેડકર રોડ પર પાલિકાના જી-ઉત્તર અને એફ-દક્ષિણ વોર્ડ તંત્ર દ્વારા સંયુક્ત ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં ૪ ગેરકાયદે દુકાનો, ૧૨ કામચલાઉ પ્લાસ્ટિક શેડ, ૬ અનધિકૃત ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા અને ૧૫ ગેરકાયદે ફેરિયાઓને હટાવીને ટ્રાફિક તથા રાહદારીઓની અવરજવર માટે રસ્તો સાફ કરાયો હતો.

BMC Pedestrian First Drive – સાંતાક્રુઝ પૂર્વમાં ૫૦૦ મીટર લાંબો ફૂટપાથ સંપૂર્ણ મોકળો કરાયો

આ તરફ સાંતાક્રુઝ (પૂર્વ) વિસ્તારમાં એચ-પૂર્વ વોર્ડ દ્વારા ટીપીએસ-૩ માર્ગો તેમજ નાનાસાહેબ ધર્માધિકારી રોડ પર સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકાની ટીમે અહીંથી ૧૧ ગેરકાયદે દુકાનો, એક ફૂડ વાન સહિતના કામચલાઉ દબાણો હટાવી દીધા હતા. આ તવાઈના પરિણામે આશરે ૫૦૦ મીટર લાંબો ફૂટપાથ સંપૂર્ણપણે દબાણમુક્ત બન્યો હતો, જેથી રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

BMC Pedestrian First Drive – હાઈકોર્ટના નિર્દેશોનું પાલન અને સતત મોનિટરિંગની ખાતરી

હાઈકોર્ટે રાહદારીઓના અધિકારોનું રક્ષણ કરવા અને રસ્તાઓ પરથી ગેરકાયદે દબાણો તાત્કાલિક હટાવવા માટે પાલિકા વહીવટીતંત્રને કડક સૂચના આપી હતી. પાલિકાના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે આ કાર્યવાહી માત્ર એક દિવસ પૂરતી સીમિત નથી, પરંતુ દબાણ હટાવ્યા બાદ ફરીથી ગેરકાયદે સ્ટોલ્સ કે ફેરિયાઓ ગોઠવાઈ ન જાય તે માટે સ્થાનિક વોર્ડ સ્ટાફ અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કડક મોનિટરિંગ ચાલુ રાખવામાં આવશે.

👉 આ સમાચાર વાચો:
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો

Mumbai Ketamine Drug Bust ડ્રગ સ્મગલિંગનો ચોંકાવનારો કીમિયો, ખાણીપીણીની સામગ્રીમાં ૩૭ કરોડનું કેટામીન છુપાવ્યું, તપાસ એજન્સીએ રંગેહાથ દબોચ્યા
Andheri Road Accident અંધેરીમાં પેટ્રોલ ટેન્કરે સ્કૂટરને ટક્કર મારતાં પરિણીતાનું કરુણ મોત, ચાલક સામે ગુનો દાખલ
Airoli Station Ticket Checking ઐરોલી સ્ટેશને રેલવેની ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ’ વગર ટિકિટના ૨૬૬ પ્રવાસીઓ પાસેથી ₹૧.૦૭ લાખનો દંડ વસૂલાયો
Dead Rat Mysore Masala Dosa મુંબઈના બોરીવલીમાં રેસ્ટોરન્ટના મૈસૂર મસાલા ઢોસામાંથી નીકળ્યો મરેલો ઉંદર ગ્રાહકે નોંધાવી પોલીસ ફરિયાદ, મચ્યો હોબાળો!
Exit mobile version