ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,26 જાન્યુઆરી 2022
બુધવાર.
આગની દુર્ઘટનામાં મોટાભાગે આગને કારણે નીકડતા ધુમાડાને કારણે બચાવ કામગીરી માં ભારે અડચણો આવતી હોય છે અને મોટાભાગના મૃત્યુ પાછળ પણ ધુમાડો જ જવાબદાર હોય છે. શનિવારે તાડદેવની 20 માળની બિલ્ડિંગ માં લાગેલી આગ દરમિયાન ફાયર સેફ્ટી સિસ્ટમ બંધ હોવાનું જણાયું હતું. તેથી મુંબઈ મનપા આવી બહુમાળી ઇમારતમાં આગ અને ધુમાડા ની આગોતરી સૂચના આપવાનું ફાયર સ્મોક એલાર્મ સિસ્ટમ બેસડવાનું ફરજિયાત કરવા બાબતે વિચાર કરી રહી છે.
તાડદેવની સચીનમ હાઈટ્સ(કમલા) બિલ્ડિંગના 19મા માળે લાગેલી ભીષણ આગમાં સાતના મોત થયા છે. આ બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ ચોતરફ ધુમાડો ફેલાઈ ગયો હતો બિલ્ડીંગની ફાયર સેફ્ટી સિસ્ટમ પણ કામ કરતી નહોતી. તેથી આગ વધુ ઝડપે ફેલાઈ હતી રહેવાસીઓને ધુમાડા માંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું. અગાઉની આગની દુર્ઘટનામાં પણ આવા બનાવ બન્યા છે. તેથી જાનહાની વધુ થઈ છે.
મહારાષ્ટ્રમાં મહિલાઓ પર થતા અત્યાચારને રોકવા નિર્ભયા સ્કવોડ નું ઉદ્ઘાટન; જાણો વિગત
ભવિષ્યમાં આવા બનાવ બને નહીં તે માટે હવે પાલિકા ઊંચી ઇમારતો માં ફાયર સ્મોક એલાર્મ સિસ્ટમ બેસાડવાનું ફરજિયાત કરવા બાબતે વિચાર કરી રહી છે. જો આગ દેખાય નહીં તો પણ ધુમાડાને કારણે એલાર્મ વાગે તો રહેવાસીઓ સાવધાન થઈ શકે છે એવું ફાયરબ્રિગેડ નું માનવું છે.
