Site icon

મુંબઈ થશે પ્રદૂષણ મુક્ત: નવા બાંધકામ માટે BMCએ લીધો નિર્ણય, ઇલેક્ટ્રિક વેહિકલ પાર્કિંગ અને ચાર્જિંગ સ્ટેશન ફરજિયાત. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

મુંબઈને પ્રદૂષણ મુક્ત(Pollution free) કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) નવી બિલ્ડિંગોને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે. જે હેઠળ ઈકો ફ્રેન્ડલી ઈ-વેહિકલ(Evehicle) પોલીસી(Policy) આગામી છ મહિનામાં તૈયાર કરીને તેની અમલ બજવણી કરવાની છે. આ પોલિસી માટે ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન(ડીસીઆર)માં(DCR) જોગવાઈ કરવાની વિનંતી નગર વિકાસ ખાતાને કરી છે.

Join Our WhatsApp Community

આ પોલિસી હેઠળ હોવાથી મુંબઈમાં નવી ઉભી થનારી બિલ્ડિંગ, કોર્મશિયલ બિલ્ડિંગમાં(Commercial buidling) ઇલેક્ટ્રિક વાહનો માટે 20 ટકા પાર્કિંગની વ્યવસ્થા તેમજ ઇલેક્ટ્રિક વેહિકલ(Electric vehcile) ચાર્જિંગ સ્ટેશન(Charging station) રાખવું ફરજિયાત રહેશે. તેના બદલામાં બિલ્ડરને પાલિકા કરમાં અમુક પ્રમાણમાં રાહત આપવાનો વિચાર કરી રહી હોવાનું  પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(Deputy munciple commissioner) સુનીલ ગોડસેએ(Sunil godse) જણાવ્યું હતું. પાલિકાના આ નિર્ણયને કારણે હવે બિલ્ડરને તે મુજબ બિલ્ડિંગનું પ્લાનિંગ કરવું પડશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના 26 મુસ્લિમ ધર્મગુરુઓએ લીધો મોટો નિર્ણય, લાઉડસ્પીકર વિના થશે સવારની અઝાન.

સુનીલ ગોડસેના જણાવ્યા મુજબ ભવિષ્યમાં મુંબઈમાં ઇલેક્ટ્રિક વાહનોની ચાર્જિંગ ની સમસ્યા દૂર કરવા માટે પાલિકા 28 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન પણ ઊભા કરવાની છે. મુંબઈમાં ગાડીઓની સંખ્યાને જોતા ભવિષ્યમાં 1500 ચાર્જિંગ સ્ટેશન ની આવશ્યકતા નિર્માણ થવાની છે. તે પાર્શ્વભૂમિ પર પાલિકા  ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે  ઈ-વેહિકલ પોલીસી તૈયાર કરી રહી છે.

 

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
Exit mobile version