Site icon

હવે મુંબઈના દરેક વોર્ડમાં પાર્કિંગ મળશે. BMC પ્લોટ શોધી રહી છે. જાણો નવી યોજના..

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં વાહનોની(Vehicles) સંખ્યા વધવાની સાથે જ તેને પાર્ક(Parking) કરવાની સમસ્યા પણ પારાવાર છે. લોકો રસ્તા પર ગમે ત્યાં વાહનો પાર્ક કરતા હોય છે, તેને કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા(Traffic problems) નિર્માણ થતી હોય છે. પાર્કિગની સમસ્યાને પહોંચી વળવા માટે મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ હવે મુંબઈના તમામ 24 વોર્ડમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ(Underground parking) બનાવવાની યોજના હાથ ધરી છે.

Join Our WhatsApp Community

BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે(Commissioner Iqbal Singh Chahal) તમામ વોર્ડ ઓફિસરને અંડરગ્રાઉન્ડ પાર્કિંગ માટે જગ્યા શોધવાની અને તેના બાંધકામને લઈને તેમના મંતવ્ય માગ્યા છે.

આ અગાઉ 2018માં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગને લઈ પાલિકાએ પ્રયાસ કર્યા હતા. પરંતુ ત્યાર બાદ કોરોનાને(Corona) પગલે બધુ ઠંડુ થઈ ગઈ ગયું. હવે બધું સામાન્ય થઈ રહ્યું છે, તેથી પાલિકા હવે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવા માટે ફરી પ્રયાસ ચાલુ કર્યા છે.

આ સમાચાર પણ વાંચો :  લો બોલો!!! રાજ ઠાકરેની અયોધ્યાની મુલાકાતનો વિરોધ કરનારા ઉત્તર પ્રદેશના આ નેતાની મુંબઈમાં થશે સભા.. જાણો વિગતે

મુંબઈના ખાલી અવિકસિત પ્લોટની(Undeveloped plot) નીચે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવા બાબતે પાલિકા હવે અભ્યાસ કરીને નિર્ણય લેવા માંગે છે. જો પાલિકા તેમાં સફળ થાય છે. તો મુંબઈના મોટાભાગની ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવી જશે એવું માનવામાં આવે છે.
 

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version