Site icon

અગમચેતીના પગલારૂપે મુંબઈ મહાનગરપાલિકાએ ઑક્સિજનનો સ્ટૉક ફૂલ કર્યો, આવી છે પાલિકાની તૈયારી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો         

મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

 

મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેરના જોખમને જોતાં મુંબઈ મહાનગરપાલિકા પૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે. ખાસ કરીને બીજી લહેર દરમિયાન દેશનાં અનેક રાજ્યોમાં ઑક્સિજનની તીવ્ર અછત સર્જાઈ હતી. અનેક દર્દીઓ ઑક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા હતા. તેથી મુંબઈમાં આવી પરિસ્થિતિ નિર્માણ થાય નહીં તે માટે મુંબઈ પાલિકાએ  ઑક્સિજન સપ્લાય માટે પૂરતી વ્યવસ્થા કરી લીધી છે.

મુંબઈમાં કોરોનાની બીજી લહેર દરમિયાન 235 મૅટ્રિક ટન ઑક્સિજનની આવશ્યકતા જણાઈ હતી. આ તમામ ઑક્સિજનનો સ્ટૉક બહારથી લાવવો પડ્યો હતો. જોકે હવે ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને મુંબઈની કુલ ક્ષમતાના 50 ટકા ઑક્સિજનની ક્ષમતા મુંબઈએ હાંસલ કરી લીધી છે. મુંબઈ મહાનગરપાલિકા તરફથી 77 સ્થળે ઑક્સિજન ઉત્પાદન કરવાનો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે, તો બે ઠેકાણે ઑક્સિજન રીફીલિંગ સેન્ટર અને સ્ટોરેજ સેન્ટરના માધ્યમથી મુંબઈ મહાનગરપાલિકા મુંબઈની 50 ટકા ઑક્સિજનની ક્ષમતા પૂરી કરી શકશે.

મુંબઈમાં મોટો કાંડ થયો : દિલ્હી નિર્ભયા માફક મુંબઈમાં ક્રૂર ગૅન્ગ-રેપ અને મહિલાની હત્યા, શહેર આખું હલી ગયું; જાણો વિગત

પાલિકા પાસે હૉસ્પિટલ અને જમ્બો સેન્ટર છે. તેમાં હવે ત્રીજી લહેર પહેલાં વધુ ચાર સેન્ટરનાં કામ પૂરાં કરી નાખ્યાં છે. જેમાં મહાલક્ષ્મી, સાયન-ચૂનાભટ્ટી, મલાડ અને કાંજુરમાર્ગમાં પણ ચાર સ્થળે નવાં જમ્બો કોવિડ સેન્ટર ચાલુ થઈ રહ્યાં છે. મલાડ અને કાંજુરમાર્ગનાં કામ પૂરાં થવાની તૈયારીમાં છે. બાકીનાં જમ્બો સેન્ટરનાં કામ અંતિમ તબક્કામાં છે.

Mumbai Traffic Police :મુંબઈ ટ્રાફિક પોલીસની લાલ આંખ: એક જ મહિનામાં ₹7.72 કરોડનો દંડ વસૂલ્યો
Navi Mumbai:રબાળે MIDC: જેસીબી વડે MTNL કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ; ₹26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Major Gold Haul :મુંબઈ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ: ₹38 કરોડનું સોનું જપ્ત, નૈરોબીથી આવેલી 26 મહિલાઓ ઝડપાઈ
Filmy Robbery in Kurla: કુર્લામાં ફિલ્મી ઢબે લૂંટ: ‘નકલી પોલીસ’ બની આવેલી ટોળકીએ જ્વેલરને ₹15 લાખમાં નવડાવ્યો
Exit mobile version