Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મનપાએ સતત બીજી વખત કર્યો આ રેકોર્ડ, મુંબઈગરાને થશે મોટો ફાયદો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર.

મુંબઈના પૂર્વ ઉપગરમાં પાણી પુરવઠામાં સુધારણા કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા બે અંડરગ્રાઉન્ડ ટનલ 
બાંધી રહી છે, જેમાં ઘાટકોપર, અમર મહેલથી ટ્રોમ્બે અને અમરમહેલથી પરેલ વોટર ટનલ આ પ્રોજેક્ટ હેઠળ સળંગ બીજા મહિનામાં પાલિકાએ વિક્રમી કામગીરી પાર પાડી છે. 

અમલમહેલથી પરેલ વચ્ચેની વોટર ટનલનું 605 મીટરનું ખોદકામ પૂરું કર્યું છે. આ અગાઉ ગયા મહિને અમલ મહેલથી ટ્રોમ્બે વોટર ટનલના કામ માટે મહિનામાં 653 મીટરનું ખોદકામ કર્યું હતું.

ડિસેમ્બર 2021માં 526 મીટરનું ખોદકામ પુરુ કર્યા બાદ અમરમહેલથી પરેલ વોટર ટનલના કામમાં જાન્યુઆરી 2022મા 605 મીટરનું ખોદકામ કરવામા આવ્યું છે.

દહીસર અને બોરીવલીમાં આજે પણ આ કારણથી પાણીના ધાંધિયા, જાણો વિગત

પાણી પુરવઠો પ્રોજેક્ટ ખાતા દ્વારા અંડરગ્રાઉન્ડ ટનલનું કામ પાલિકા કરી રહી છે.  અમર મહેલથી ટ્રોમ્બે આ બીજી ટનલના કામમાં જાન્યુઆરી 2022માં 653 મીટરનું ખોદકામ કરતા સમયે એક જ દિવસમાં 40 મીટર કરતા વધુ ખોદકામની કામગીરી એક જ અઠવાડિયામાં બે વખત પાલિકાએ કરી બતાવી હતી. આ રૂટ પર 3.10 કિલોમીટર એટલે કે 58 ટકા કામ પૂરું થઈ ગયું છે.

અહીં ઉલ્લેખનીય છે કે આ બે અંડરગ્રાઉન્ડ ટનલના કામમાં અમર મહેલથી ટ્રોમ્બે હાઈરાઈઝ રિઝવિયર સુધી જનારી 5.52 કિલોમીટરની ટનલ બાદ ગોવંડી, માનખુર્દ, ચેમ્બુરમાં પાણી પુરવઠા માં સુધારણા થશે. તો અમર મહેલથી પરેલ વચ્ચેની 9.68 કિલોમીટરની ટનલને કારણે સાયન, માટુંગા, વડાલા, પરેલ અને ભાયખલા, કુર્લામાં પાણી પુરવઠા માં સુધારણા થશે.

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version