News Continuous Bureau | Mumbai
આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં(BMC Election) તમે તમારો મતદાનનો(Voting) અધિકાર બજાવવા માગતા હોવ તો તમારે પહેલી જુલાઈ સુધીમાં નવી બનેલી મતદાર યાદીમાં(voter list) તમારું નામ તપાસી લેજો. અન્યથા શક્ય છે તમે મતદાનના તમારા હકથી વંચિત રહી શકો છો.
મુંબઈ મહાનગરપાલિકાની હદમાં ૨૨૭ વોર્ડ હતા, તેમાં વધુ નવ વોર્ડનો ઉમેરો થતા હવે મુંબઈ મહાનગરપાલિકામાં કુલ ૨૩૬ વોર્ડ થઈ ગયા છે. તો અનેક વોર્ડની સીમાઓ પણ બદલાઈ ગઈ છે. તેથી અનેક મતદારનો વિસ્તાર પણ બદલાઈ ગયો છે. તેથી પાલિકાએ બહાર પાડેલી નવી મતદાર યાદીમાં તમારું નામ બરોબર છે કે તે તપાસી લેવાની પાલિકાએ અપીલ કરી છે.
પાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે મતદાર યાદીનો ડ્રાફ્ટ(Draft of voter list) જાહેર કરવામાં આવ્યો છે, તેમાં તમામ મતદારોએ પોતાના નામ તપાસી લેવાના છે. પહેલાં જયાં મતદાન કરતા હતા, તે વોર્ડમાં નામ છે કે નહીં કે પછી બીજા વોર્ડમાં નોંધાઈ ગયું છે. નામની સ્પેલિંગ સાચી કે ખોટી વગેરેની માહિતી https://portal.mcgm.gov.in આ વેબસાઈટ પર જઈને તપાસી લેવાની સૂચના મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈગરાને આપી છે.
આ સમાચાર પણ વાંચો : રાતના જલદી ઘરે પહોંચી જજો-આજે સેન્ટ્રલ રેલવેમાં આ સ્ટેશનો વચ્ચે પાંચ કલાકનો રહેશે બ્લોક-જાણો વિગત
આ વેબસાઈટમાં(Website) નામમાં ભૂલ જણાય તો પાલિકાના વોર્ડ ઑફિસમાં(ward office) અરજી કરીને મતદાર યાદીમાં નામ સુધારી લેવાની અપીલ પાલિકા પ્રશાસને(municipal administration) કરી છે. આ મુદત ફક્ત પહેલી જુલાઈ સુધીની છે. આ દરમિયાન જો કોઈ ભૂલ હોય અને નામમાં સુધારણા નહીં કરી તો મતદાનનો હક ગુમાવી શકો છો.
મુંબઈ મહાનગરપાલિકાની ૨૦૨૨ની ચૂંટણી માટે વોર્ડ સ્તરે મતદાર યાદીનો જે ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, તેમાં પહેલી જુલાઈ, ૨૦૨૨ સુધીમાં તેના પર સૂચના અને વાંધા દાખલ કરવાની મુદત આપવામાં આવી છે. જેમાં મતદારનો વોર્ડ બદલાઈ ગયો હોય તો યોગ્ય વોર્ડમાં નામ સમાવી લેવાથી લઈને વિધાનસભાની યાદીમાં(List of legislatures) નામ હોવા થતાં વોર્ડની યાદીમાં નામ નહીં હોય તે સમાવી લેવામાં આવશે એવો પાલિકાએ દાવો કર્યો છે.
નવેસરથી યાદી બની હતી એ દરમિયાન મુંબઈમાં સાત લાખ નવા મતદાર ઉમેરાયા હોવાનું જણાયું છે.૨૦૧૭ની સાલમાં
મુંબઈમાં ૯૧,૬૪,૧૨૫ મતદાર હતા. ૨૦૨૨ની સાલમાં મુંબઈમાં મતદારોની સંખ્યા ૯૮,૭૭,૦૫૦ થઈ ગઈ છે.