Site icon News Continuous Bureau | Mumbai

વાહ!! BMCની વૃક્ષ સંજીવની ઝુંબેશ રાખ્યો રંગ, મુંબઈમાં આટલા વૃક્ષો થયા કોંક્રીટ મુક્ત..જાણો વિગતે, જુઓ ફોટા.

 News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકા(BMC)પર્યાવરણના જતન(Environmental protection) માટે વૃક્ષોનું સંવર્ધન કરી રહી છે, તે માટે વૃક્ષ સંજીવની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધી 983 વૃક્ષોને કોંક્રીટ મુક્ત(concrete free) એટલે કે વૃક્ષની આજુબાજુથી કોંક્રીટના બાંધકામને(concrete constrcution) હટાવ્યું છે. તો 1,325 જાહેરાતના બોર્ડ હટાવ્યા છે.

Join Our WhatsApp Channel

પાલિકા(BMC)એ 22 એપ્રિલના વસુંધરા દિન(Vasundhara Day)ની ઊજવણી નિમિત્તે વૃક્ષ સંજીવની ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં 18 એપ્રિલ 2022થી 23 એપ્રિલ 2022 સુધી પાલિકા(BMC)એ 983 ઝાડની ફરતેથી કોંક્રિટના બાંધકામને હટાવી દીધુ છે. જયારે જુદા જુદા ઝાડના થડ પર ઠોકવામાં આવેલા ખિલ્લાને હટાવ્યા હતા, જેનું કુલ વજન 94 કિલો થયું છે.  ઝાડ પર જાહેરાતના 1,325 બોર્ડ પણ હટાવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના આ પોર્શ વિસ્તારનો સબવે સમારકામના કામ માટે 2જી મે સુધી ટ્રાફિક માટે રહેશે બંધ.. જાણો વિગતે

પાલિકાએ આ ઝુંબેશ જુદી જુદી સંસ્થા, સ્કૂલ અને કોલેજ સાથે મળીને હાથ ધરી છે, જેમાં ઝાડની આજુબાજુ રહેલા બાંધકામને હટાવવું, ઝાડના થડ પરથી ખિલ્લા કાઢવા, પોસ્ટર કાઢવા, કેબલ અને લાઈટના વાયર હટાવવા વગેરે કામ હાથ ધર્યા છે.

Mumbai CSMT Custodial Death મુંબઈના CSMT ખાતે RPF કસ્ટડીમાં યુવકનું રહસ્યમય મોત; પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ, CID તપાસ શરૂ
Mumbra Station Surprise Ticket Checking મુંબ્રા સ્ટેશને રેલવેની ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ’; ૧૫૦ બિનટિકિટ મુસાફરો પાસેથી રૂ. ૬૬,૬૧૫નો દંડ વસૂલાયો
Ganpati Immersion Theft ખાર દાંડામાં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો; પોલીસે રૂ. ૩.૬૬ લાખનો મુદ્દામાલ કર્યો રિકવર
Railway Special Drive in Divyang Coach દિવ્યાંગ કોચમાં રેલવેની સ્પેશિયલ ડ્રાઇવ; ૩૯ અનધિકૃત પ્રવાસીઓ ઝડપાયા, વસુલ્યો અધધ રૂ. ૭૮,૦૦૦નો દંડ
Exit mobile version