Site icon

મુંબઈને કદરૂપું કરનારા આટલા ગેરકાયદે હોર્ડિંગ્સ BMCએ હટાવ્યા-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મંજૂરી વગર મુંબઈમાં(Mumbai) ઠેર ઠેર હોર્ડિંગ્સ(hoardings) લગાડવાનું પ્રમાણ વધી ગયું છે, ત્યારે આવા ગેરકાયદે હોર્ડિંગ્સ(Illegal hoardings) સામે મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં છેલ્લા 6 મહિનામાં 10,653 ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

પાલિકાના અધિકારીના(BMC Officials) જણાવ્યા મુજબ મંજૂરી વગર હોર્ડિંગ્સ લગાવવાનું પ્રમાણ વધી ગયું છે. છ મહિનામાં 10,653 ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવ્યા હતા, તેમાંથી 3,523 હોર્ડિંગ્સ પોલિટિકલ(Political hoardings) હતા. જે મોટાભાગના રસ્તા પરના સિગ્નલ(Signal), ચોક અને જંકશન પર લગાડવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ પરથી પાણી સંકટ ટળી ગયું- પરંતુ હવે નવું સંકટ-ભાતસાની આસપાસના વિસ્તારમાં એલર્ટ-જાણો શું છે મામલો

મોટાભાગના હોર્ડિંગ્સ જન્મદિવસની મુબારક(Birthday wishes) આપતા અને તહેવારોને(festivals) લગતા હોય છે. પહેલી જાન્યુઆરીથી 30 જાન્યુઆરી, 2022 સુધીમાં આવા ગેરકાયદે હોર્ડિંગ્સ સામે 641 ફરિયાદ નોંધાઈ હતી. તેમાંથી 13 સામે એફઆઈઆર(FIR) નોંધાઈ હતી. તો 437 પ્રકરણમાં કેસ દાખલ કરવામા આવ્યો છે.

કુલ 10,653 હોર્ડિંગ્સમાંથી સાર્વજનિક સ્થળો(Public space) પર 6,300 બેનર હતા, 1,764 પોસ્ટર હતા અને 1,380 બોર્ડ હતા. તેમાંથી 6,308 ધાર્મિક બાબતોને(religious matters) લગતા હોર્ડિંગ્સ હતા. પાલિકાએ એ સિવાય 1209 ઝંડા પણ હટાવ્યા હતા.
 

Digital arrest scam: મુંબઈમાં ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમ: મુલુંડના ૭૨ વર્ષીય વૃદ્ધા સાથે ₹૩૨ લાખની છેતરપિંડી
Kalachowki Police: ૨૫ વર્ષથી ફરાર આરોપી આખરે સતારામાંથી ઝડપાયો: કાળાચોકી પોલીસની મોટી સફળતા
Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Exit mobile version