મુંબઈ મહાનગરપાલિકાએ પોતાની શાળાઓમાં હવે cbse અભ્યાસક્રમને માન્યતા આપી દીધી છે. જે મુજબ ચાલુ વર્ષે શહેરની અનેક શાળાઓમાં કુલ ચાર હજાર બેઠકો માટે એડમિશન ખોલવામાં આવ્યા હતા. જોવાની વાત એ છે કે ચાર હજાર બેઠકો માટે કુલ આઠ હજાર અરજીઓ આવી છે.
ઉલ્લેખનીય વાત એ છે કે મહાનગરપાલિકાની મોજુદા શાળાઓમાં સીબીએસઈ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. એટલે કે જે બાળક એડમિશન લેશે તેને પાલિકાની શાળામાં જવાનું રહેશે. જોકે મહાનગરપાલિકાએ આ શાળા માટે અલગ શિક્ષકો ફાળવવાનું નક્કી કર્યું છે. તેમજ મહાનગર પાલિકાની તમામ શાળાઓમાં હવે વીડિયો કોન્ફરન્સિંગ જેવી બધી જ સુવિધાઓ આવી ચૂકી છે.
આ પરિસ્થિતિમાં ખાનગી શાળાઓ થી ઘટાડીને હવે અનેક વાલીઓએ મુંબઈ મહાનગરપાલિકા તરફ નજર દોડાવવાની શરુ કર્યું છે.
