ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 માર્ચ 2021
મુંબઈ મહાનગરપાલિકાએ માસ્ક ન પહેરનારા લોકો પર કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. તેમજ દૈનિક મિનિમમ 25 હજાર લોકોને દંડિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ત્યારે બીજી તરફ મુંબઈ પોલીસે પણ માસ્ક ન પહેરવા વાળા દૈનિક બાર હજાર લોકોને દંડિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
પોલીસની દંડની રકમ 200 રૂપિયા છે, એટલે કે મુંબઈ શહેરના મીનીમમ 37 હજાર લોકો ને દરરોજ દંડિત કરવામાં આવશે.
જોકે લોકો નો આરોપ છે કે પોલીસ વિભાગ અને મહાનગરપાલિકા માત્ર સોફ્ટ ટાર્ગેટ શોધે છે જ્યારે કે જે વિસ્તારમાં લોકો છડેચોક માસ્ક નથી પહેરતા ત્યાં તો પોલીસ અને પાલિકા વાળા ફરકતા સુદ્ધા નથી કારણ કે તેઓની પણ ધુલાઈ કરવામાં આવે છે.