Site icon

વાહ! દક્ષિણ મુંબઈની ટ્રાફિકની સમસ્યાથી મળશે છૂટકારો, કોસ્ટલ રોડ હવે સીધો ફ્રી-વે સાથે જોડાશે.. જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મુંબઈની ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) હવે પોતાના મહત્વકાંક્ષી રોડ કોસ્ટલ રોડને ઈર્સ્ટન ફ્રી વે સાથે જોડવાનો નિર્ણય લીધો છે.

મુંબઈ મહાનગરપાલિકાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કોસ્ટલ રોડ પાછળ લગભગ ૧૨,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ ખર્ચ કરવામાં આવવાનો છે. આ રોડને કારણે દક્ષિણ મુંબઈથી પશ્ચિમ ઉપનગરમાં જવું સરળ રહેશે અને વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે.

 આ સમાચાર પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેર ઓસરતાં ભાયખલા રાણીબાગમાં ઉમટી પર્યટકોની ભીડ. પાલિકાની તિજોરીમાં જમા થયા અધધ આટલા કરોડ રૂપિયા; જાણો વિગતે 

હવે જોકે પાલિકાએ પૂર્વ ઉપનગરની ટ્રાફિકની સમસ્યાનો પણ ઉકેલ લાવવાની છે. તે માટે પાલિકાએ કોસ્ટલ રોડને ઈર્સ્ટન ફ્રી વે સાથે જોડવાનો નિર્ણય લીધો છે. કોસ્ટલ રોડને કારણે પૂર્વ-પશ્ચિમ ઉપનગરની ટ્રાફિકની સમસ્યાનો તો ઉકેલ આવશે પણ સાથે જ દક્ષિણ મુંબઈમાં પણ  ફોર્ટ, મલબાર હિલ, મંત્રાલય, નરિમાન પોઈન્ટ, કોલાબામાં રહેલી ટ્રાફિકની સમસ્યાનો પણ ઉકેલ આવશે એવો પાલિકાનો દાવો કર્યો છે.
તાજેતરા પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ પાલિકા પ્રશાસન અને એમએમઆરડીએએ સાથે આ મુદ્દે બેઠક કરી હતી

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version