Site icon News Continuous Bureau | Mumbai

કાંદિવલીની સોસાયટીના બોગસ રસી મેળવનાર સભ્યોનું મહાનગર પાલિકા કરશે રસીકરણ; આવતી કાલથી શરૂ થશે રસીકરણ અભિયાન, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૩ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

કાંદિવલી પશ્ચિમમાં હિરાનંદાની હેરિટેજ હાઉસિંગ સોસાયટીમાં બનાવટી રસીકરણમાં છેતારાયેલા નાગરિકોને બીએમસી દ્વારા આવતી કાલે રસી મુકવામાં આવશે. આ માટે શનિવાર કાંદિવલી પશ્ચિમમાં મહાવીર નગર વિસ્તારમાં એમેનિટી માર્કેટ મ્યુનિસિપલ રસીકરણ કેન્દ્ર ખાતે સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન, પાલિકાને મુંબઈમાં અત્યાર સુધીમાં થયેલા 9 બનાવટી રસીકરણમાં કેસમાં છેતરાયેલા લોકોની યાદી પોલીસ પાસેથી મળી છે.

પોલીસને તપાસ દરમિયાન મળેલી માહિતીને આધારે શંકાસ્પદ નાગરિકોની સૂચિ પોલીસ દ્વારા મ્યુનિસિપલ વહીવટને સોંપવામાં આવી છે. આ નાગરિકોની માહિતી કોવિન વેબસાઇટ પર મોબાઈલ નંબરના આધારે મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા ચકાસવામાં આવી રહી છે. નકલી અને અનધિકૃત રીતે ખાનગી સ્તરે રસી અપાયેલા આ તમામ નાગરિકોને યોગ્ય રસી પૂરી પાડવાની જરૂર છે તેથી રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી જરૂરી મંજૂરી પણ માંગવામાં આવી છે.

BSE પર લૉન્ચ થયાSUFI સ્ટીલ બિલેટ્સના ફ્યુચર્સ-કૉન્ટ્રૅક્ટ; જાણો કઈ રીતે સ્ટીલ ક્ષેત્રને થશે ફાયદો

ઉલ્લેખનીય છે કાંદિવલીની હિરાનંદાની સોસાયટી દ્વારા 30 મે, 2021ના ​​રોજ ખાનગી રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પાછળથી બહાર આવ્યું હતું કે આ રસી નકલી અને અનધિકૃત રીતે કરવામાં આવી હતી. આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે પણ તપાસ શરૂ કરી છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Mumbai MD Drugs Case ₹૪૩ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા બે તસ્કરોને ૧૦ વર્ષની સખત કેદ, વિશેષ સેશન્સ કોર્ટે ફટકાર્યો લાખોનો દંડ
Fake MPCB Officer Arrested MPCBના નકલી અધિકારી બની ઉદ્યોગપતિ પાસેથી ખંડણી વસૂલનાર ગઠિયો ઝડપાયો, વનરાઈ પોલીસે છટકું ગોઠવી દબોચ્યો
Bhandup Security Guard Death શું કાવતરું રચીને લિફ્ટ ડક્ટમાં ફેંકી દીધો હતો? ગાર્ડના મોતના મામલે મેનેજર સહિત સાથી ગાર્ડ સકંજામાં
Exit mobile version