ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,30 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોખમી દેશોમાંથી આવનારા પ્રવાસીઓને સાત દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન થવાનો નિર્દેશ મુંબઈ મહાનગરપાલિકાએ આપ્યો છે. એ સાથે જ આ પ્રવાસીઓ માટે પાલિકાએ ક્વોરન્ટાઈ થવા માટે બાંદરા-કુર્લા-કોમ્પલેકસ(બીકેસી) અને ગોરેગામના નેસ્કોમાં વ્યવસ્થા કરી છે. અહીં કોઈ પણ ચાર્જ નહીં ચૂકવતા મફતમાં ક્વોરન્ટાઈન થવાની સુવિધા ઉપલબ્ધ થશે.
મુંબઈમાં કોરોના અને ઓમીક્રોનના કેસમાં ઝડપભેર વધી રહ્યા છે. તેથી તકેદારીના પગલારૂપે પાલિકાએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોખમી દેશોની સાથે જ સમગ્ર યુનાઈટેડ આરબ અમીરાત (UAE) થી આવનારા પ્રવાસીઓને સાત દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન થવાનો આદેશ આપ્યો છે. અત્યાર સુધી ફક્ત ઓમીક્રોનથી હાઈ રિસ્ક દેશ તથા દુબઈથી આવનારા માટે જ ક્વોરન્ટાઈનનો નિયમ હતો.
આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી આવનારા પ્રવાસીઓને ક્વોરન્ટાઈન થવા માટે પાલિકાએ બીકેસીની સાથે નેસ્કો કોવિડ સેન્ટરમાં વ્યવસ્થા કરી છે. એ સાથે જ જે પ્રવાસી પૈસા ચૂકવીને હોટલમાં રહેવા માગતુ હોય તો તેની માટે હોટલમાં ક્વોરન્ટાઈન થવાની વ્યવસ્થા પણ રહેશે.
મોટા સમાચાર : દહીસર માં બેંક રોબરી કરનાર લૂંટારું પકડાયા. આ રહી તમામ વિગત.
બીકેસીમાં અને નેસ્કો આ બંને કોવિડ સેન્ટરમાં 500-500 બેડનું સ્વતંત્ર કવોરન્ટાઈન થવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં અસિમ્પ્ટોમેટિક( કોરોનાના લક્ષણો નહીં ધરાવતા) લોકોને મફતમાં ક્વોરન્ટાનની સુવિધા મળશે. જેથી હોસ્પિટલમાં ખોટી રીતે બેડ ઓક્યુપાઈ થાય નહીં એવો દાવો પાલિકાએ કર્યો છે.
