News Continuous Bureau | Mumbai
દક્ષિણ મુંબઈના(South Mumbai) કાલબાદેવી(Kalbadevi) પરિસરમાં વાઘવાડી કોમ્પલેક્સની(Waghwadi Complex) એક બિલ્ડિંગને મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) જપ્તીની નોટિસ મોકલી છે. ચાર વર્ષથી પ્રોપર્ટી ટેક્સ(Property tax) ચૂકવવામાં આવ્યો નથી. પ્રખ્યાત બિલ્ડર દ્વારા વાઘવાડી સ્થિત આ ચાર બિલ્ડિંગનું સંચાલન કરવામાં આવે છે.
પાલિકાએ વાઘવાડીની આ બિલ્ડિંગને બાકી રહેલો પ્રોપર્ટી ટેક્સ અને રિપેર સેસ જે 24,67,850 રૂપિયા થઈ ગયો છે તેની વસૂલી માટે અટેચમેન્ટની નોટિસ મોકલી છે, જે છેલ્લા ચાર વર્ષથી ચૂકવવામાં આવ્યો નથી.
આ બિલ્ડિંગમાં 23 ઓનરશીપ અપાર્ટમેન્ટ(Ownership apartment) અને 62 સંરક્ષિત ભાડુતોના ઘર છે. પાલિકા દ્વારા લીલામીની પ્રક્રિયા અમલમાં મુકવાની સાથે જ 23 એપાર્ટમેન્ટ ઓનર્સની માલિકી ખતમ થઈ જશે અને તેઓ ફક્ત ભાડુત જ રહી જશે.
આ સમાચાર પણ વાંચો : 150 વર્ષથી વધુ જૂના આ બિઝનેસ ગ્રુપનું નેતૃત્વ કરનારા દિગ્ગ્જ ઉદ્યોગપતિનું 93 વર્ષની વયે નિધન- મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ
પાલિકાએ એપ્રિલ 2022મા વાઘવાડીની આ બિલ્ડિંગની બાકી રહેલી રકમને લઈને અંતિમ નોટિસ મોકલી હતી. તેથી બિલ્ડિંગના રહેવાસીઓના કમિટીએ બિલ્ડરને મળીને પાલિકાની બાકી રહેલી રકમ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. તેમ જ ભવિષ્યમાં પણ તેઓ ચૂકવશે એવી તૈયારી રાખી હતી, જોકે બિલ્ડર તરફથી કોઈ જવાબ નહીં આવતા આખરે પાલિકાએ જપ્તીની નોટિસ મોકલી હતી.
