મુંબઈની મહાપાલિકાની 10 શાળાઓમાં વહેલી તકે સીબીએસઈ બોર્ડના અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે.
પાલિકાના શિક્ષણ વિભાગે વર્ષ 2021-22માં સીબીએસઈ પૅટર્ન મુજબ બાળમંદિરથી છઠ્ઠા ધોરણ સુધી દરેક વર્ગમાં એક બેચ શરૂ કરવાનું નક્કી ર્ક્યું છે.
શાળામાં પ્રવેશ માટે 90 ટકા પ્રવેશ લૉટરી પદ્ધતિથી, મેયરની ભલામણ પ્રમાણે પાંચ ટકા અને પાલિકાના કર્મચારીઓનાં બાળકો માટે પાંચ ટકા પ્રવેશ અનામત રાખવામાં આવશે.
