Site icon News Continuous Bureau | Mumbai

શું મુંબઈમાં હવે ઘરે ઘરે વેક્સિન આપવામાં આવશે? રાજ્ય સરકારના જવાબ પર નજર…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧ એપ્રિલ ૨૦૨૧

Join Our WhatsApp Channel

મુંબઈ મહાનગરપાલિકા દરરોજ ૫૦ હજાર લોકોને વેક્સિન આપે છે. આજથી 45 વર્ષની ઉંમરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. હવે મુંબઈ મહાનગરપાલિકા ઈચ્છે છે કે તેઓ મુંબઈવાસીઓને ના ઘરે જઈને વેક્સિન નો ડોઝ આપે. આ માટે મુંબઈ મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસે પરવાનગી માંગી છે.

મહાનગર પાલિકાનું માનવું છે કે તેઓ આ યોજના થકી દરરોજ એક લાખથી વધુ લોકોને વેક્સિન આપી શકશે. જો આવુ થશે તો આગામી સવા કે દોઢ મહિનાની અંદર આખું મુંબઈ શહેર સુરક્ષિત થઈ જશે. 
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ યોજના પહેલેથી લાગુ કરવામાં આવી છે. જો કે મહારાષ્ટ્ર સરકારે આવી કોઈ વિનંતી કેન્દ્ર સરકાર પાસે પાઠવી નથી. આ પરિસ્થિતિમાં આગામી બે દિવસમાં શું થાય છે તે જોવું રહ્યું.

Powai Illegal Diesel Raid પવઈમાં ગેરકાયદે ડીઝલનો સંગ્રહ અને વેચાણ ત્રણ આરોપી ઝડપાયા, ₹41.62 લાખનો મુદ્દામાલ જપ્ત
Jogeshwari Son In Law Knife Attack જોગેશ્વરીમાં જમાઈએ સસરા પર કર્યો ચપ્પુથી હુમલો આરોપીની ધરપકડ
Agripada Illegal Firearms Seizure આગ્રીપાડામાં ગેરકાયદે હથિયાર સાથે શખ્સ ઝડપાયો બે દેશી પિસ્તોલ અને 19 જીવતા કારતૂસ જપ્ત
Mumbai Police CJP Protest FIR RTI Row CJP પ્રદર્શન કેસમાં સુપ્રીમ કોર્ટે FIR રદ કરી, છતાં કેસની સ્થિતિ સ્પષ્ટ કરવામાં મુંબઈ પોલીસની આનાકાની RTI જવાબથી ઉઠ્યા સવાલ
Exit mobile version