Site icon

દુકાનદારો પર આ કાર્યવાહી કરો-ફેરિયાઓની મદદ કરવા વાળા પર ભાજપના આ નેતાનું મોટું નિવેદન

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ગેરકાયદે ફેરિયાઓને(Illegal hawkers) ઠેર ઠેર અડિંગો જમાવીને બેસી જતા હોય છે, તેનો રસ્તામાં આવતા જતા લોકોને સ્થાનિક રહેવાસીને(local resident) ભારે ત્રાસ થતો હોય છે. તાજેતરમાં બાંદ્રાના(Bandra) વિધાનસભ્ય(MLA) આશિષ શેલારે(Ashish Shelar) ગેરકાયદે ફેરિયાઓને પ્રોત્સાહન આપનારા દુકાનદારો(Shopkeepers) સામે આકરા પગલા લેવાની માગણી કરી હતી. તેને પગલે  ગેરકાયદે ફેરિયાઓને મદદ કરનારા દુકાનદારોના લાયસન્સ(Shop license) રદ કરવાની ચેતવણી મુંબઈ મહાનગરપાલિકાના(BMC) એચ-વેસ્ટ વોર્ડ દ્વારા આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

 બાંદ્રાના ધારાસભ્ય(Bandra MLA) આશિષ શેલારે એચ (વેસ્ટ) વૉર્ડના આસિસ્ટન્ટ કમિશનર(Assistant Commissioner of Wards)  વિનાયક વિસપુતે, ઝોન -9ના ડીસીપી મંજુનાથ સિંગે, અને બાંદ્રા, ખાર અને સાંતાક્રુઝ પટ્ટાના વિવિધ સ્થાનિક રેસિડન્ટ એસોસિયેશન સાથે મુલાકાત કરી હતી. ગેરકાયદે ફેરિયાઓને મળી રહેલા પ્રોત્સાહન અને તેમની દાદાગીરીને મુદ્દે ફેરિયાઓ સામે સખત પગલા લેવા જોઈએ એવી માગણી કરી હતી.

આશિષ શેલારે મીડિયા હાઉસને કહ્યું હતું કે  જે દુકાનના માલિકો ફેરિયાઓને મદદ કરે છે તેમની સામે આકરા પગલા લેવા જોઈએ. તેમને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી જોઈએ, તેમ જ જે લોકો નિયમોનું ઘોર ઉલ્લંઘન કરતા જણાય છે તેમના  લાયસન્સ  રદ કરવા જોઈએ.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈની ટેક્સી રિક્ષાના ભાડા આટલા રૂપિયા વધશે- નવી માંગણી સાંભળો

બાંદ્રામાં પાલિકાના એચ (વેસ્ટ) વૉર્ડ દ્વારા બાંદ્રાના ખાસ કરીને હિલ રોડ(Hill road) પરના દુકાન માલિકોને(Shop owners) ખાસ ચેતવણી આપતા કહ્યું છે કે તેઓ જેઓ તેમની દુકાનો ભાડે આપીને હૉકર્સને(Hawkers) પ્રોત્સાહિત કરે છે તેમના લાયસન્સ રદ કરવામાં આવશે.  

હિલ રોડના રહેવાસીઓના કહેવા મુજબ ફેરિયાઓ અને દુકાનદારોની મિલીભગત જોવા મળી રહી છે. દુકાનદારો પોતાની દુકાનો ભાડે આપતા થયા છે. હોકર્સ આર્થિક રીતે એ હદે સક્ષમ બની ગયા છે કે તેઓ દુકાનો ભાડા પર લેતા હોય છે. એક દુકાનની અંદર ફેરિયાઓના એકથી વધુ સ્ટોલ હોય છે. દુકાનો તેમની હદની બહાર ફૂટપાથ સુધી ફેલાવી દેતા હોય છે.  હિલ રોડ પર 40 વર્ષથી કામ કરતા કેમિસ્ટ દુકાન બંધ કરી અને તેને દર મહિને ₹2-3 લાખ ભાડે આપી દીધી. જે તે દુકાન ખોલીને ના કમાઈ શક્યો તે ફેરિયાઓને દુકાન ભાડે આપીને કમાઈ ગયો
 

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version