મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના ને કાબુમાં લેવા માટે હવે તમામ પગલાઓ એકસાથે ભરવાનો નિર્ણય લીધો છે. મહાનગરપાલિકાના અમુક અધિકારીઓનું માનવું છે કે કેટલીક પ્રાઇવેટ ઓફિસમાં ૫૦ ટકા સ્ટાફની હાજરી ના કાયદાનું પાલન નથી કરવામાં આવતું. આટલું જ નહીં ઓફિસની અંદર લોકો મોઢા પર માસ્ક સુદ્ધાં પહેરતા નથી.
આ પરિસ્થિતિમાં હવે એક સ્પેશ્યલ સ્કોડ બનાવવામાં આવ્યો છે. જે અલગ-અલગ પ્રાઇવેટ ઓફિસ પર દરોડા પાડશે. આ ચેકઅપમાં જો કોઈ ગેરરીતી પકડાશે તો તે ઓફિસ પર કડક પગલાં લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાએ એવો કાયદો બનાવ્યો છે કે ઓફિસમાં માત્ર 50 ટકા હાજરી રાખી શકાય આ ઉપરાંત સોશિયલ distance નું પણ ધ્યાન રાખવું પડે છે.
