Site icon

મુંબઈની જોખમી ઈમારતો બની માથાનો દુખાવો-જોખમી ઈમારતોને લઈને BMCએ લીધો આ નિર્ણય-જાણો વિગત

chief minister deputy chief minister's big announcement regarding self-redevelopment

મુંબઈમાં જૂની-જર્જરિત ઈમારતોમાં રહેતા લોકોને રાહત! સ્વ-પુનઃવિકાસ અંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની કરી આ મોટી જાહેરાત..

News Continuous Bureau | Mumbai 

મુંબઈની(Mumbai) જોખમી અને જર્જરિત ઇમારતો(Dilapidated buildings) મુંબઈ મહાનગરપાલિકા (BMC) માટે માથાનો દુખાવો બની ગયો છે. સતત નોટિસ અને ચેતવણી બાદ પણ રહેવાસીઓ ઈમારત ખાલી કરતા નથી. ભારે વરસાદ(heavy rain) દરમિયાન આવી ઇમારતો તૂટી જવાની દુર્ઘટના બનતી હોય છે. તેથી પાલિકાએ હવે આવી ઇમારતો ખાલી કરાવવા માટે મુંબઈ પોલીસની(Mumbai Police) મદદ લેવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

ચોમાસામાં(Monsoon) જૂની અને જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થવાની શક્યતા વધુ હોય છે.  થોડા દિવસ અગાઉ કુર્લામાં(Kurla) જોખમી ઈમારત(Dangerous building) તૂટી પડતા ૧૯ના મોત અને 30થી વધુ લોકો જખમી થયા હતા. જોખમી ઇમારતો ખાલી કરવાની નોટિસ આપ્યા બાદ પણ તેઓ ખાલી નથી કરતા. જાનના જોખમે તેમાં રહેતા હોય છે. તેથી પાલિકા જોખમી ઈમારતોને મુંબઈ પોલીસની મદદથી ખાલી કરાવશે.

આ સમાચાર પણ વાંચો : વરસાદ મહેરબાન તો મુંબઈને પાણી આપનાર તળાવ પહેલવાન.. ખાલી ચાર દિવસનો વરસાદ અને ૪ મહિના ચાલે તેટલું પાણી.. જાણો આંકડા અહીં

મુંબઈમાં ચોમાસામાં બિલ્ડિંગ ધરાશાયી થવાના તથા ભેખડ ધસી પડવાના બનાવ વધી જતા હોય છે. જાનમાલનું નુકસાનીનો પણ ડર હોય છે. તેથી પાલિકાએ શુક્રવારે મ્હાડા(MHADA), એમએમઆરડીએ(MMRDA), મુંબઈ પોલીસ, કલેકટર(Collector) સહિત જુદી જુદી સરકારી ઓથોરીટી(Government Authority) સાથે એક બેઠક કરી હતી. આ બેઠકમાં અતિ જોખમી અને જર્જરીત ઈમારતોને મુંબઈ પોલીસની મદદથી ખાલી કરાવવા પર સર્વસંમતિ સધાઈ હતી..

પાલિકાના એડિશનલ કમિશનર(Additional Commissioner BMC) અશ્વિની ભીડેને(Ashwini Bhide) જણાવ્યા મુજબ જોખમી ઈમારતોની પ્રાધાન્ય ક્રમ યાદી બનાવવામાં આવશે. એ પછી મુંબઈ પોલીસની મદદથી આવી ઈમારતોને ખાલી કરાવવામાં આવશે. મુંબઈમાં સતત પડી રહેલા વરસાદથી રસ્તાઓ પર પડેલા ખાડાને ફરિયાદ મળવાની સાથે જ ૨૪ કલાકમાં પૂરી નાખવાનો નિર્દેશ પણ સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યો હતો.
 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version