Site icon

મુંબઈગરાની થર્ટી ફસ્ટની પાર્ટી બગડશે? BMC કરી આ તૈયારી. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

બુધવાર. 

કોરોના વેરિયન્ટ ઓમીક્રોનના જોખમ વચ્ચે મુંબઈમાં કોરોનાના નિયમોની ધજીયા ઉડાવીને જે રીતે પાર્ટીઓ થઈ રહી છે, તેનાથી મુંબઈ મહાનગરપાલિકાની ચિંતા વધી છે. ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર સહિતની અભિનેત્રીઓએ પાર્ટીમાં હાજરી પૂરાવીને કોરોના સ્પ્રેડર બની છે. પાર્ટીઓમાં ઉમટનારી ભીડને કારણે કોરોના ફેલાવાનુ જોખમ વધી ગયું છે. તેથી આવી પાર્ટીઓ પર મુંબઈ પાલિકા પોલીસની મદદથી નજર રાખવાનો નિર્ણય લીધો છે, જેમાં દરેક વોર્ડમાં બેથી પાંચ એવી વિજિલન્સ ટીમ બનાવી કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર નજર રાખવામાં આવશે. 

મુંબઈમાં કોરોના નિયંત્રણમાં છે. છતાં હજી રોજના સરેરાશ 250ની આસપાસ નવા કેસ નોંધાઈ રહ્યા છે.  જોકે દક્ષિણ આફ્રિકા સહિત યુરોપિયન દેશમાં મળી આવેલા કોરોનાના વેરિયન્ટ ઓમીક્રોનના કેસનો હવે ભારતમાં પણ વધારો થઈ રહ્યો છે. મુંબઈમાં પહેલા પાંચ કેસ આવ્યા હતા, તેમાંથી ચાર સાજા થઈ જતા તેમને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. એક સારવાર ચાલી રહી છે, તો મંગળવારે મુંબઈમાં વધુ સાત નવા ઓમીક્રોનના કેસ નોંધાતા પાલિકાનું ટેન્શન વધી ગયું છે. 

મુંબઈના આ વિસ્તારમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગ લિફ્ટ થઇ ધરાશાયી, 5 ઘાયલ; જાણો વિગતે 

તેથી પાલિકાએ હવે ઠેર ઠેર આયોજિત કાર્યક્રમ, પાર્ટીઓ પર કોરોનાના નિયમનું પાલન થાય છે કે નહીં તેના પર નજર રાખવાની છે. ખાસ કરીને 31 ડિસેમ્બર નજીક છે, તેથી હોટલ, રેસ્ટોરા, હોલ, પબ જેવા સ્થળોએ થતી પાર્ટીઓમાં પર નજર રાખવામાં આવવાનું છે. તેમ જ નિયમ ઉલ્લંઘન કરનારા સેલિબ્રિટીઝની પાર્ટીઓ પર ખાસ નજર રાખવામાં આવશે.  પાલિકાની વિજિલન્સ ટીમ પોલીસ સાથે મળીને આવી પાર્ટીઓમાં સરપ્રાઈઝ વિઝીટ કરશે. 

BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Exit mobile version