ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ફેબ્રુઆરી 2021
મુંબઈ મહાનગરપાલિકા ની અધિકૃત વેબસાઈટ આગામી બે દિવસ એટલે કે ૧૩ અને ૧૪ તારીખે બંધ રહેવાની છે. આ વેબસાઈટ બંધ થવાથી લોકો પાણીનું બિલ, પ્રોપર્ટી ટેક્સ, સરકારી જમીન પર નું ભાડું, ગુમાસ્તા લાઇસન્સ, વેબસાઈટ પરથી થનારી ફરિયાદો તેમજ અન્ય મહત્વપૂર્ણ સુવિધાઓ થી ૪૮ કલાક માટે વંચિત રહેશે.
આથી જે લોકોને મહત્વપૂર્ણ કામ કરવાના હોય તેઓએ પોતાના કામ 15 તારીખ પછી કરવા પડશે અથવા મુંબઈ મહાનગરપાલિકાની કચેરી માં વ્યક્તિગત રીતે જવું પડશે.
