Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાની ત્રીજી વેવની શક્યતાને પગલે; માસ્ક નહીં પહેરનારા સામે BMC ફરી વિશેષ ઝુંબેશ ચાલુ કરશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 મે 2021

Join Our WhatsApp Channel

શનિવાર

કોરોનાની ત્રીજી વેવની શક્યતાને પગલે BMC ફરી એલર્ટ મોડ પર આવી ગઈ છે. કોરોનાને નિયંત્રણમાં રાખવા માસ્ક પહેરવું આવશ્યક છે. એથી પાલિકા ફરી એક વખત માસ્ક નહીં પહેરનારા વિરુદ્ધ વિશેષ ઝુંબેશ ચાલુ કરવાની છે.

મુંબઈમાં કોરોનાનું જોર ધીમે-ધીમે ઓસરી રહી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. શુક્રવારે મુંબઈમાં કોરોના નવા 1,416 કેસ નોંધાયા હતા, તો 54 મૃત્યુ થયાં હતાં.જોકે સંપૂર્ણ રીતે કોરોનાની બીજી લહેર હજી સુધી  નિયંત્રણમાં આવી નથી. એમાં પાછું કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા નિષ્ણાતોએ વ્યકત કરી છે.

કોરાનાની બીજી લહેરમાંથી માંડ બેઠી થઈ રહેલી BMC હવે ગાફેલ રહેવા માગતી નથી. BMC કમિશનર ઇકલાબસિંહ ચહલના કહેવા મુજબ માસ્ક નહીં પહેરનારા સામે ઍક્શન લેવાનું ચાલુ જ છે. જોકે કેસ ઓછા થવાની સાથે જ લોકો માસ્ક પહેરવાનું બંધ કરી નાખે છે. એથી પાલિકા ફરી એક વખત માસ્ક નહીં પહેરનાર વિરુદ્ધ વિશેષ ઝુંબેશ ચાલુ કરવાની છે અને આવા લોકો સામે આકરાં પગલાં લેવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષથી માસ્ક નહીં પહેરનારા વિરુદ્ધ ઍક્શન લેવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં લગભગ 27 લાખ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી લગભગ 55 કરોડ રૂપિયાનો દંડ માસ્ક નહીં પહેરનારા પાસેથી વસૂલ કરવામાં આવ્યો છે.

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version