Site icon News Continuous Bureau | Mumbai

શું તમારી પાસે પાળેલો કુતરો છે? જલદી લાઈસન્સ મેળવી લ્યો. કારણકે મુંબઈ મહાનગરપાલીકા ડોર ટૂ ડોર સર્વે કરવાની છે. જાણો વિગતે…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 23 ડિસેમ્બર 2021  

Join Our WhatsApp Channel

 ગુરુવાર.

મુંબઈમાં પાળેલા શ્વાનનું રજિસ્ટ્રેશન મુંબઈ મહાનગરપાલિકામાં કરવું ફરજિયાત છે, છતાં મુંબઈમાં ગણતરીની સંખ્યા માં કહેવાય એમ માત્ર 12,000 શ્વાનના  માલિકોએ જ પાલિકામાં તેમના પાળેલા ડોગ રજિસ્ટ્રેશન કર્યા છે. તેથી પાલિકાએ પાળેલા શ્વાનોનું સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. 

મુંબઈમાં શ્વાન પાળવાનું પ્રમાણ વધારે છે. તેની માટે મુંબઈ મહાનગરપાલિકા પાસે લાયસન્સ લેવું આવશ્યક છે. જોકે મુંબઈના મોટાભાગના પ્રાણીપ્રેમીઓ પોતાના પેટ ડોગ રજિસ્ટર્ડ કરાવ્યા નથી. તેથી પાલિકા હવે મુંબઈના પાળેલા  શ્વાનના સર્વે કરવાની છે અને તે હેઠળ જે લોકોએ હજી સુધી પોતાના ડોગ માટે લાયસન્સ લીધા નથી. તેમને તુરંત લાયસન્સ આપશે. જે લોકો લાયસન્સ લેવામાં આનાકાની કરશે, તેમના શ્વાન જપ્ત કરી લેવાશે.

પાલિકાના જણાવ્યા મુજબ મુંબઈમાં 40થી 50,000ની સંખ્યામાં પાળેલા  શ્વાન છે. પરંતુ તેમાંથી માંડ 10થી 12 હજારનું રજિસ્ટ્રેશન થયું છે. લોકો ફકત 150 રૂપિયા લઈને રજિસ્ટ્રેશન કરાવાની લાયસન્સ લઈ શકે છે. છતાં લોકો તેમ કરવાનું ટાળે છે.

ઓક્યુપેકશન નહીં ધરાવતી ઈમારતોની રહેવાસીઓ ચૂકવવી પડશે આકરી કિંમત, મીરા-ભાયંદર પાલિકા લીધો આ નિર્ણય ; જાણો વિગત

શ્વાન પાળવા માટે પણ પાલિકાના અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે. માલિકોએ પોતાના શ્વાનને હડકવાનું ઈન્જેકશન આપ્યું હોવાનું સર્ટિફિકેટ સહિતના અમુક દસ્તાવેજો પાલિકામાં જમા કરાવવાના હોય છે. તેમ જ પાળેલો શ્વાન સાર્વજનિક સ્થળે ગંદકી ફેલાવશે નહીં એવું એફિડેવિડ પણ આપવાનું હોય છે.

મુંબઈમાં 2018થી 2020 દરમિયાન મુંબઈમાં 3,15,222 લોકોને કૂતરા કરડયા હતા, તેમાંથી 20થી 25 ટકા કેસ પાળેલા  શ્વાનના કરડવાના હતા.

Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા
Exit mobile version