ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
એશિયાની સૌથી શ્રીમંત ગણાતી અને કોઈ પણ નાના રાજયના બજેટ કરતા પણ મોટું બજેટ ધરાવતી મુંબઈ મહાનગરપાલિકાની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. આવક વધારવા માટે પાલિકા નવા નવા વિકલ્પ શોધી રહી છે, જેમાં હવે પાલિકાના ઘનકચરા વિભાગ દ્વારા “યુઝર ફી” વસૂલવામાં આવવાની છે. તેના માધ્યથી વાર્ષિક 174 કરોડ રૂપિયા ઊભા કરવાનો પાલિકાને બજેટમાં નિદ્ધાર વ્યક્ત કર્યો છે.
મુંબઈ શહેરમાં કચરો નિર્માણ કરનારા ઉત્પાદકો પાસેથી “યુઝર ફી” વસુલવામાં આવવાની છે. મુંબઈમાં હાલ લગભગ 3,500 રેસ્ટોરાં છે. તેઓ રોજનો લગબગ 300 ટન ભીનો કચરો નિર્માણ કરે છે. મોટાભાગના ભીના કચરા પર પ્રોસેસ કરવામાં આવે છે.
શોકિંગ!! મુંબઈમાં મોકડ્રીલ દરમિયાન જખમી થયેલા ફાયરમેનનું મોત; જાણો વિગત,
પાલિકા હવે આ રેસ્ટોરાં પાસેથી “યુઝર ફી” અને પ્રોસેસિંગ એન્ડ રિમુવલ ચાર્જ લઈને પ્રારંભિક તબક્કામાં 26 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે.