ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,26 જૂન 2021
શનિવાર
મુંબઈમાં 2000થી વધુ લોકો બોગસ વેક્સિનેશનનો ભોગ બન્યા છે. ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ જોખમને ધ્યાનમાં રાખીને બોગસ રસી લેનારાઓના શરીરમાં એન્ટીબોડીઝ નિર્માણ થયા છે કે નહીં તેની તપાસ કરવાનો નિર્ણય લીધો છે.
બોગસ રસી લેનારાઓને કયું ઈંજેકશન આપવામાં આવ્યું હતું, તેની તપાસ પાલિકાની સાથે જ પોલીસ પણ કરી રહી છે. જેમાં હવે પાલિકાએ આ લોકોના શરીરમાં એન્ટીબોડિઝ નિર્માણ થયા છે કે તે તપાસશે. જો મોટાભાગના દર્દીમાં એન્ટીબોડિઝ નહી મળ્યાં તો આ રસી બોગસ તો સાબિત થશે. એ સાથે જ તેમને નવેસરથી વેક્સિન આપવા બાબતે પણ નિર્ણય લઈ શકાશે
અહી ઉલ્લેખનીય છે કે મુંબઈના કાંદિવલીમાં હિરાનંદાની સોસાયટી સહિત મુંબઈમાં પાંચ ઠેકાણે બોગસ વેક્સિનેશન કેસ પ્રકરણમા પોલીસમાં ગુનો નોંધાયો છે. જેમાં આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. છતાં અત્યાર સુધી લોકોને વેક્સિનને બદલે શું આપવામાં આવ્યું હતું તે બહાર આવી શક્યું નથી. તેથી હવે એન્ટિબોડિઝ શરીરમાં મળે છે કે નહીં તેના આધાર પર જ હવે પાલિકા આગળનો નિર્ણય લેવાની છે.
