News Continuous Bureau | Mumbai
એક તરફ મુંબઈગરા ભરઉનાળામાં પાણીકાપનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ પ્રતિદિન લાખો લિટર પાણી ચોરાઈ જતું હોય છે. તેથી પાઇપલાઇન માંથી પાણીની ચોરી અટકાવવા માટે પાલિકાએ પાઈપલાઈનની આજુબાજુમાં આરીસીસીની દિવાલ બાંધવાનો નિર્ણય લીધો છે.
મુંબઈને પાણી પુરવઠો થાણે જિલ્લામાંથી કરવામાં આવે છે. જોકે આ દરમિયાન મુંબઈ તરફ આવતી પાણીની પાઈપલાઈનમાં ઠેકઠેકાણે ભંગાણ પાડીને પાણીની ચોરી કરવામાં આવતી હોય છે.
પાલિકાના પાણી પુરવઠા ખાતાને તપાસ દરમિયાન ભિવંડીના પોગામમાં સેફટી વોલ તોડીને મોટા પ્રમાણમા પાણીની ચોરી કરવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું છે. તેથી પાલિકાએ પાઈપલાઈનને લાગીને આરસીસી દિવાલ બાંધવાનો નિર્ણય લીધો છે.
આ સમાચાર પણ વાંચો : કયા બાત હેં! ઈતિહાસ ફરી જીવંત કરાશે, મુંબઈ કિલ્લાના સવંર્ધન માટે 100 કરોડ રૂપિયા ખર્ચાશે. જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈને દરરોજ 3,850 મિલિયન લિટર પર ડે જેટલો પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જોકે મુંબઈગરાના ઘર સુધી પહોંચતા તેમાં 20થી 30 ટકા પાણી ગળતર અને ચોરાઈ જતું હોય છે. તેમાં પાઈપલાઈનમાં ભંગાણ પાડીને પાણી ચોરવાનું પ્રમાણ વધારે છે.
મુંબઈમાં પાણી ચોરી પર મોટાભાગે નિયંત્રણ મેળવવામાં સફળતા મળી છે. પરંતુ થાણે જિલ્લાથી આવતી પાઈપલાઈનથી પાણીની ચોરી થતી અટકાવવી પાલિકાને શકય બન્યું નથી. તેથી હવે તેના ઉપાયરૂપે આરસીસી દિવાલ બાંધ